દાહોદ : બીજા રાજ્યના બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો, પોલીસ જીપ પણ બાળી નાંખી
Attack On Gujarat Police : દાહોદમાં બુટલેગરોએ પોલીસ પર ફાયરીંગ કરીને ગાડી સળગાવી.. પોલીસે પણ સ્વબચાવ મા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ... મધ્યપ્રદેશ બોર્ડર પર બની ઘટના
Trending Photos
Dahod News હરીન ચાલીહા/દાહોદ : દાહોદ જિલ્લાના સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર પોલીસ ઉપર ફાયરીંગ અને પોલીસની ગાડી સળગાવી દેવાની ઘટના બની છે. દારૂની ભરેલી ગાડી રોકવા જતા પોલીસ ઉપર ફાયરીંગ કરાયું હતુ અને બુટલેગરોએ પોલીસની ગાડી સળગાવી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બુટલેગરે પોલીસ ઉપર હુમલો કર્યો અને ફાયરીંગ કર્યુ હતુ. જેમાં સામે પોલીસે પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.
આ વિશે દાહોદના એસપી બલરામ મીનાએ જણાવ્યું કે, ૧૮ જુન 2023 ના રોજ રાતે 1.15 કલાકે દાહોદ જિલ્લાનાં કાલીયાકુવા ગામ રોડ ઉપર સાગટાળા થાણા ઇન્ચાર્જ તથા પોલીસ કર્મચારીઓ દારૂની માહિતી વિશે વૉચ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ટીમ ઉપર બુટલેગર (૧) કુતરીયાભાઇ રામજીભાઇ નાયક (રહે. નાની વડોઇ, તા.કઠીવાળા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨) દિલીપભાઇ શંકરભાઇ નાયક (રહે.ઉંમરવડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૩) રાજુભાઇ શંકરભાઇ તોમર (તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા તેઓની સાથે બીજા આશરે પંદરેક માણસો મોટર સાયકલો ઉપર આવ્યા હતા.
તમામ લોકોએ હાથમાં તીર-કામઠા, ધારીયા-પાળીયા, લાકડી તેમજ પાઇપો જેવા મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી હતી. આ ટોળકીએ પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઇ હુમલો કરતા અને સરકારી વાહન નંબર-GJ-20-GA-1260, P-9 ને નુકસાન કરતા પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જેના બાદ તમામ આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ પર બેસી ભાગી ગયા છે.
તેઓને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી રવાના કરી હતી. આ બનાવ સંબંધે આરોપીઓ વિરૂદ્ધ સાગટાળા પો.સ્ટે.એ-પાર્ટ-ગુ.ર.નં. ૧૧૮૨૧૦૫૦૨૩૦૧૭૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ- ૩૦૭, ૩૫૩, ૧૮૬, ૪૨૭, ૪૩૫, ૪૪૦, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા ગુજરાત પોલીસ અધિનીયમ કલમ.૧૩૫ તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ.૩,૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે