ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર કર્યુ
Junagadh News : ગીરના જંગલમાં રહેતા અને મૌની બાપુ તરીકે ઓળખાતા બજરંગી બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, તેમના નિધનથી ભક્તોમાં શોક ફેલાયો છે... તેઓ મોટાભાગે મૌન ધારણ કરી રહેતા એટલે મૌની બાપુ તરીકે જાણીતા હતા
Trending Photos
Junagadh News જુનાગઢ : જુનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખાતા મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે મૌની બાપુ તરીકે જાણીતા હતા. 103 વર્ષની જૈફ વયે પુજ્ય મૌની બાપુનો દેહવિલય થતાં સાધુ સંતો અને સેવકગણોમાં શોક છવાયો છે.
મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા હતા. તેના બાદ તેઓ જૂનાગઢ ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતાં હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતાં હતા. દિવસે પણ જ્યાં અંધારૂ હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા.
ગયા અઠવાડીયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા. આજે 103 વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ભક્તોમાં દુખની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે