International Women's Day: મુસ્લિમ સમાજ માટે મિસાલ બની સેહેન, ફિટ થવા માટે કહ્યું અને શરૂ થઈ સફર
તે ઈચ્છે છે કે વધુમાં વધુ બહેન દીકરીઓ પાવરલિફ્ટિંગમાં પણ ભાગ લે. સેહેન કહે છે કે તે પોતે બુરખો પહેરે છું, હિજાબ કરું છું. અને તેને ગર્વ છે હિજાબ પર, હિજાબ એ એની ઓળખ છે.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: એક મહિલાના અનેક રૂપ આપણે જોયા છે એક માતા એક પત્ની ક્યારેક ગૃહિણી તો ક્યારે વર્કિંગ વુમન (Working Women) પરંતુ આજે મહિલા દિન (International Women's Day) ના દિવસે તમને મહિલાના એક એવા રૂપ જોવા મળશે કે તમે પણ ક્યારે વિચાર્યું નહી હોય. આજે આપણે એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ જેને પરિવારના સાથ સહકારથી એક મુકામ હાસિલ કર્યું છે કે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની છે.
મુંબઈ (Mumbai) થી લગ્ન કરીને અમદાવાદ (Ahmedabad) ના જુહાપુર (Juhapura) માં આવેલી સેહેન મુકાદમ પાવર લિફ્ટીંગ (Powerlifting) માં અનેક મેડલ હાંસલ કર્યા છે. માટે આજે સમગ્ર સમાજ માટે એક મિસાલ બની છે સેહેન (Sehan). મુસ્લિમ સમાજમાંથી આવે છે અને તેને સમાજની માન મર્યાદાઓને સાથે રાખી પરિવારના સાથ સહકાર થઈ પોતાના સ્વપ્નાની ઉડાન ભરવાનું શરૂ કર્યું. સેહેન (Sehan) પતિ અને પિતા પક્ષોના પરિવાર શિક્ષિત છે માટે જ સેહેનને ઉડવા માટે મોકળું આકાશ મળી રહ્યું. સેહેન બે બાળકોની માતા છે. બાળકો આવ્યા બાદ સેહેન જાડી થઈ ગઈ માટે ફિટનેસ સાથે જોડાયા હતા. પતિએ સેહેનને ફિટ થવા માટે કહ્યું અને શરૂ થઈ સેહેનની સફર...
International Women's Day: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની
સેહેને જિમ જોઇન્ટ કર્યું અને હાલ તે પાવર લિફ્ટીંગમાં આગળ વધી રહી છે અને પુરૂસો કરતા પણ વધારે વજન ઉઠાવે છે. સેહેન મુકાદમ કહે છે કે મુસ્લિમ સમાજમાં બહેન દીકરીઓને વધારે પ્રોત્સાહન મળતું નથી હોતું, તે ઈચ્છે છે કે વધુમાં વધુ બહેન દીકરીઓ પાવરલિફ્ટિંગમાં પણ ભાગ લે. સેહેન કહે છે કે તે પોતે બુરખો પહેરે છું, હિજાબ કરું છું. અને તેને ગર્વ છે હિજાબ પર, હિજાબ એ એની ઓળખ છે.
સાથે જ જો રાષ્ટ્રીય સ્તરે તેને ભાગ લેવાનો મૌકો મળશે તો તે હિજાબ પહેરીને જ તેમાં ભાગ લેશે. ભારતમાં રમત માટે આપણે આપણા ધર્મને ભૂલતા નથી. સાથે આજે તે જે મુકામ પર પહોંચી છે. તેમાં તેના પતિ સાથે સાસુ સસરાએ બંને પરિવારોના સપોર્ટથી આજે આટલી આગળ વધી છે. સેહેન કહે છે કે અમે આજે સમાજમાં ફિટ કપલ તરીકે ઓળખાઈ એ છે અને સ્વપ્ન જોશે અને મહેનત કરશો તો તમને સફળતા ચોક્ક્સથી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે