કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પાટણના સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાયો

પાટણના સિદ્ધપુર ખાતે દર વર્ષે માતૃ તર્પણ માટે લાખો લોકો આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને લીધે સિદ્ધપુરમાં માતૃ તર્પણ વિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પાટણના સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાયો

પાટણઃ કારતક મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ માતૃ તર્પણ માટે મહત્વના ગણવામાં આવે છે. આ દરમિયાન પાટણના સિદ્ધપુર ખાતે દર વર્ષે માતૃ તર્પણ માટે લાખો લોકો આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને લીધે સિદ્ધપુરમાં માતૃ તર્પણ વિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણના જિલ્લા કલેક્ટરે આ અંગે એક જાહેરનામુ પણ બહાર પાડી દીધું છે. 

માતૃ તર્પણ પર પ્રતિબંધ
પાટણના સિદ્ધપુરમાં દર વર્ષે કારતક મહિનામાં મોટી સંખ્યામાં માતૃ તર્પણ માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ફેલાયેલી છે. જો મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો કોવિડના નિયમોનું પાલન કરવું શક્ય નથી. તેને જોતા પાટણ કલેક્ટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28, 29 અને 30 નવેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો તર્પણ માટે આવે તેવી શક્યતા હતી. 

Corona Update: રાજ્યમાં નવા 1540 કેસ, વધુ 16 લોકોના મૃત્યુ, રિકવરી રેટ 90.93%

પાટણમાં પાછલા સપ્તાહે જ આશરે 10 હજાર કરતા વધુ લોકો તર્પણ માટે આવ્યા હતા. ત્યારે કારતક મહિનાના અંતમાં લાખો લોકો આવવાની શક્યતા હતી. પરંતુ હવે કલેક્ટરે અહીં મેળા અને તર્પણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. કોરોનાને કારણે સિદ્ધપુરનો મેળો પણ આ વર્ષે રદ્દ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news