સુરતમાં 14 એકરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે, હર્ષ સંઘવીએ રમતવીરો માટે કરી જાહેરાત
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. જેને પગલે તેઓએ મંગળવારે નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. જ્યાં તેઓએ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો.
Trending Photos
મૌલિક ધામેચા /ગુજરાત: ગૃહરાજ્ય અને રમત ગમત યુવા સંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નડિયાદના સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ દોડ, બરછી ફેંક, ઊંચી કુદ, દોડ, વોલીબોલ, ટેકવોન્ડો, સ્વીમીંગના ખેલાડીઓની રમત નિહાળી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને રહેવાની અને જમવાની સગવડ મળી રહે તેનું નિરીક્ષણ કર્યું. સાથે તેઓએ ખેલાડીઓને સંબોધતા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનવા જઇ રહ્યું છે. જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. જેને પગલે તેઓએ મંગળવારે નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. જ્યાં તેઓએ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો. હાલમાં જ બનાવવામાં આવેલી સ્પોર્ટ્સ પોલીસી અંગે સુધારા અંગેના સૂચનો મેળવ્યા હતા.
સાથે જ હર્ષ સંઘવીએ ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરી ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેની ખાતરી માંગી હતી. નડિયાદ સ્પોર્ટ્સ કૉપ્લેક્સની મુલાકાત દરમિયાન રમતવીરોને મળતા પૌષ્ટિક આહાર અને ડાયેટ અંગે પણ ચોક્કસ વિચારણા કરતા રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આઉટ ડોર અને ઇન્ડોર ગેમ્સના આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી.
ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલ ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો હોવાનુ કહેતા તેઓએ જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યું કે 2002 માં 10 થી ઓછા મેડલ હતા અને હવે રમતગમતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હજુ આગળ વધુ સારું થઈ શકે તેના માટે અધિકારી અને મંત્રી નહિ પણ રમતવીરો પાસેથી આઈડિયા લઇને સારું કામ થઈ શકે તેના પર ચર્ચા થઈ.
બીજીતરફ ખેલાડીઓએ સરકાર દ્વારા ખેલ માટે મળતી સવલતોની સરાહના કરી સાથે સ્પોર્ટ્સ કવોટમાં સરકારી નોકરી મળે તેવી માંગ ખેલાડીઓ કરી છે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા જઈ રહી છે ત્યારે રમતવીરોના કોચ અને તેમને મળતી સુવિધાઓ ગુજરાતમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની મળી રહી તે પ્રકારનું વાતાવરણ ઉભુ કરવા નો ઉદ્દેશ સરકારનો દેખાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે