ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકાઈ, કેટલાક સૂચનો પણ કરાયા
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજકેટની પરીક્ષા (gujcet 2020) માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. કોવિડ 19ને કારણે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી હોલ ટિકીટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઇમેઇલ id, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટિકીટ ડાઉનલોડ થઈ શકશે. જોકે, સાથે એ પણ સૂચના બોર્ડ દ્વારા અપાઈ છે કે, જૂની હોલ ટિકીટ પ્રવેશ માટે માન્ય નહિ રહે. પ્રવેશ સમયે આઈડી પ્રુફ સાથે રાખવા પણ સૂચના અપાઈ છે. 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનાર છે.
અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો
અગાઉ ગુજકેટની પરીક્ષા 22 ઓગસ્ટના રોજ લેવામાં આવનાર હતી. પરંતુ ગણેશ ઉત્સવ અને સંવત્સરીના તહેવારોને લઈને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરીક્ષાની તારીખ 22 ઓગસ્ટની જગ્યાએ 24 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. તો સાથે જ ગુજકેટની પરીક્ષા માટે આવેદનપત્ર ભરવાના સમય મર્યાદામાં પણ વધારો કરાયો હતો. 31 જુલાઈને બદલી 7 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શક્યા હતા. કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ગુજકેટની પરીક્ષાને લઈને અનેક મહત્વના નિર્ણયોમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. સાથે જ પરીક્ષા માટેના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના રહેશે તેવું પણ સૂચવાયું હતું.
ત્રણવાર તારીખ બદલાઈ
આ પહેલાં આ પરીક્ષા 31 માર્ચે યોજાવાની હતી. પરંતુ મહામારી કોરોનાને પગલે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા 30 જુલાઈએ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોરોના બેકાબૂ બનતા અંતે 22 ઓગસ્ટ નવી તારીખ જાહેર કરી હતી. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે