ચારધામ ગયેલા ગુજરાતીઓની બસમાં લાગી આગ, જોતજોતામાં બસ આગનો ગોળો બની ગઈ
Trending Photos
અમદાવાદ :ચારધામ જઈ રહેલા ગુજરાતના તીર્થ યાત્રીઓની બસમા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, સમયસૂચકતાથી મુસાફરોનો જીવ બચ્યો હતો. ગુજરાતના 21 મુસાફરોથી ભરેલી બસ યમુનોત્રી જઈ રહી હતી. કટાપત્થર પુલ પાસે બસમાં શોર્ટ સર્કિટ થતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી. બસમાં ધુમાડાના ગોટેગોટે ઉડવા લાગ્યા હતા. બસમાં ધુમાડો દેખાતા જ બસને રોકી દેવાઈ હતી, અને તમામ મુસાફરો બહાર નીકળી ગયા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો.
મુસાફરો ધુમાડા જોતા ડ્રાઈવરને બસ રોકવા કહ્યું
શનિવારે ગુજરાતના 21 મુસાફરો હરિદ્વારથી યમુનોત્રી ધામ માટે જવા નીકળ્યા હતા. આ માટે તેઓએ બસ બુક કરાવી હતી. બસમાં સવાર થઈને તમામ મુસાફરો યમુનોત્રી જવા નીકળ્યા હતા. કટા પત્થરના પુલ પાસે જેમ બસ પહોંચી તો તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મુસાફરોએ આ ધુમાડો જોયો તો તેમણે કાર ચાલકને બસને રોકવા કહ્યુ હતું. આ બાદ તમામ મુસાફરો બહાર નીકળી ગયા હતા. જેના બાદ બસમાંથી ધુમાડાના ગોટેગોટો ઉડવા લાગ્યા હતા.
મુસાફરોનો સામાન બળી ગયો હતો
મુસાફરો સમયસર બહાર નીકળી જતા જ બસ આગનો ગોળો બની ગઈ હતી. કટાપત્થર ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસનો ઢાંચો તો બચી ગયો હતો. પરંતુ બસમાં સવાર મુસાફરોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. તમામ મુસાફરો ભગવાનનો આભાર માન્યો હતો. સમયસર નીકળ્યા ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બચી શક્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે