શૂળી નો ઘા સોયે સરશે : જ્યોતિષાચાર્યએ બિપોરજોયની કુંડળી જોઈને કરી મોટી આગાહી
Gujarat Weather Forecast : ભારતીય જ્યોતિષ શાસ્ત્રો મુજબ, પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. ત્યારે હવે ઝી 24 કલાક પાસે વાવાઝોડાની કુંડળી સામે આવી
Trending Photos
Ambalal Patel Prediction : ગુજરાત પર વાવાઝોડું સંકટ હવે માથે મંડરાઈ રહ્યું છે. આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અપાયું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિપરજોય વાવાઝોડું હવે એક્સ્ટ્રિમલી સિવયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રો મુજબ, પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. ત્યારે હવે ઝી 24 કલાક પાસે વાવાઝોડાની કુંડળી સામે આવી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડા અંગે જ્યોતિષય અવલોકન જાણવા જેવું છે.
મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતી નથી
જ્યોતિષાચાર્ય ડો.હેમીલ પી લાઠીયાએ વાવાઝોડાનું નક્ષત્ર અને ગ્રહો મુજબ અનુમાન કરતા કહ્યું કે, તારીખ 13 થી 15 દરમિયાન ચંદ્ર મીન અને મેષ રાશિમાં ભ્રમણ કરશે, તેમાં પણ તારીખ ૧૫ ના રોજ ચંદ્ર મેષ રાશિમાં ગુરુ અને રાહુ સાથે યુતિ કરે છે અને તા. ૧૩ રેવતિ, તા.૧૪ અશ્વિની, તા. ૧૫ ભરણી નક્ષત્ર છે અને નક્ષત્ર માલિકની સ્થિતિ પણ શુભ ગ્રહની રાશિમાં છે, શનિ કુંભ રાશિમાં સ્વંગ્રહી છે અને મંગળ કર્ક રાશિમાં શુક્ર સાથે છે. સૂર્ય બુધની યુતિ છે, નવમાંશ ગ્રહની સ્થિતિ પણ સાધારણ છે. આ સ્થિતિ જોતા વાવાઝોડાની અસર મોટી કોઈ આર્થિક નુકસાન કે માનવ હાનિ જેવું જણાતી નથી. પવન ફૂંકાવો, વાદળ છાયું વાતાવરણ કે ક્યાંક સામાન્ય વરસાદ રહે, દરિયા કિનારે થોડી અસર રહે તેમા પણ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળ પાસે દરિયા કિનારે થોડીક અસર રહે પણ મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતી નથી. યોગ્ય સૂચના માર્ગદર્શનથી સમસ્યા મોટેભાગે રાહત અપાવશે એક કહેવત મુજબ " શૂળી નો ધા સોયે સરે " જેવું રહે તેવું અનુમાન લાગી રહ્યુ છે.
બિપરજોય વાવાઝોડાની 10 મોટી વાતો #CycloneBiparjoy #CycloneAlert #CycloneBiporjoy #Gujarat pic.twitter.com/DtDzwiy2Iv
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે
બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. તે માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. જેમાં વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે. સમુદ્રમાં વાવાઝોડુ આવે ત્યારે તેની આસપાસના એક હજાર માઈલ સુધીમાં તેની અસર થતી હોય છે. દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી ૨ દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડુ આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનીની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. બંગાળના મહાસાગરમાં પણ એક સાઈકલ બની રહી છે, જેથી વાવાઝોડાની અસર વધશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ સુધી વાવાઝોડાની અસરના કારણે હળવો વરસાદ જોવા મળશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે, ભારે પવનો ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે, હળવાશથી લેવાની જરૂર નથી.
બિપરજોય વાવાઝોડાની અસરથી સુરતનો સુવાલી દરિયો બન્યો ગાંડોતૂર#CycloneBiparjoy #CycloneAlert #Cyclone pic.twitter.com/90bmvVsEGb
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
કચ્છમાં સૌથી વધુ એનડીઆરએફની ટીમ ફાળવાઈ
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવાઇ છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવાઇ છે. 1 SDRF અને 1 NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઈ છે. 1 NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી હતી. ભુજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકાના કલેક્ટર અશોક શર્માની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. દ્વારકામાં વાવાઝોડાના સંકટને પગલે 4100 લોકોની સ્થળાંતરની જરૂર છે. જેમાં અત્યાર સુધી 1100 લોકોનું સ્થળાંતર કરાયું છે. 138 સર્ગભા મહિલાનુ પ્રભાવિત વિસ્તારમાથી સ્થળાંતર કરાશે. હજુ પણ યાદી તૈયાર કરવામા આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે