ગુજરાતનો આ બીચ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, સતત બીજા વર્ષે મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ (shivrajpur beach) ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ (blue flag certificate) મળતાં વિકાસને પણ વધુ વેગ મળશે. એટલું જ નહીં દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે.

ગુજરાતનો આ બીચ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, સતત બીજા વર્ષે મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ (shivrajpur beach) ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ (blue flag certificate) મળતાં વિકાસને પણ વધુ વેગ મળશે. એટલું જ નહીં દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. વર્ષ 2021-22 માટે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા વધુ વિકાસને વેગ મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બીજા વર્ષે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે અને ગઈકાલે યોજાયેલી ફ્લેગ સેરેમનીમાં ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો.

No description available.

ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા વિશ્વ કક્ષાના બીચ બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા વિકાસને પણ વધુ વેગ મળશે. દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. સાથે જ પ્રવાસનને પણ વેગ મળશે. ત્યારે શિવરાજપુર ખાતે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ માટે ફ્લેગ સેરેમની યોજાઈ હતી અને દ્વારકાના શિવરાજપુર બીચ પર મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગ સેરેમનીનું આયોજન કરાયું હતું.

મહત્વનું છે કે શિવરાજપુર બીચ ને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે અને આ તમામ નિયમોનું પાલન થાય ત્યારે જ બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળે છે. આગામી સમયમાં પણ શિવરાજપુર બીચ બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળે તે પ્રકારેની કામગીરી ગુજરાત ઇકોનોમી કમિશન અને શિવરાજપુર બીચ મેનેજમેન્ટ દ્વારા આશાવાદ વ્યક્ત કર્યો હતો તેવુ ગુજરાત ઈકોલોજી કમિશનના નિયામક નિશ્ચલ જોશીએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news