આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી
સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે. સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું જીવન ધોરણ બદલાઈ જશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે.આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલેકે, સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે કાઢી નાંખી છે. સુપ્રીમકોર્ટે ચુકાદામાં એ મુપદ્દો પણ ટાંક્યો છેકે, માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે.
આ પણ ખાસ વાંચોઃ શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?
આ પણ ખાસ વાંચોઃ ગૃહ વિભાગના પરિપત્રથી ફફડાટ! જેટલું ભેગું કર્યું છે, અધિકારીઓએ આપવો પડશે એનો હિસાબ
જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઈટી ફરજિયાત ચુકવવી પડશે. સુપ્રીમકોર્ટે તા.25 એપ્રિલ, 2022ના રોજ આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમકોર્ટમાં 7 સપ્ટેમ્બર, 2022ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી. જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે.
આ પણ ખાસ વાંચોઃ સચિવાલયમાં આ મંત્રીને ત્યાં રજૂઆત માટે જાઓ તો જમ્યાં વિના નથી જવા દેતાં!
આ પણ ખાસ વાંચોઃ મોટી આગાહી! ઉત્તર-ઉત્તરપૂર્વના ભારે પવનો, અરબસાગરનો ટ્રફ, અલનીનો, કાતિલ ઠંડી, માવઠું
આ પણ ખાસ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા
સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ
સુપ્રીમકોર્ટે આપેલો આ ચૂકાદો ઐતિહાસિક છે કારણ કે ચૂકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે, ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે.
આ પણ ખાસ વાંચોઃ કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો
આ પણ ખાસ વાંચોઃ થાઈલેન્ડ-માલદીવને ટક્કર મારે એવો ગુજરાતનો બીચ! ગોવાના તો ચણાય ના આવે
કોર્ટમાં કરાઈ હતી પિટિશનઃ
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમકોર્ટમાં તા.25 એપ્રિલ, 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ પાડી, નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પર ને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુએટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેની સામે સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકારે પુનઃવિચારણા માટે અરજી આપી હતી જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમીસ કરતા ગુજરાતની એક લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે.
આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત કોઈપણ રીતે નહીં પચાવી શકે મકાન કે મિલકત! જાણો હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
આ પણ ખાસ વાંચોઃ મનસુખ માંડવિયા સહિત કોને-કોને નડશે આ નિયમ? ફરજિયાત ગુજરાતમાંથી લડવી પડશે લોકસભા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે