દ.આફ્રિકાનો પ્રવાસ પૂરો, હવે આ દેશ સામે રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારથી શરૂ થશે સિરીઝ, લાઈવ સ્ટ્રિમિંગ...તમામ માહિતી
દક્ષિણ આફ્રિકા પ્રવાસનો અંત ટીમ ઈન્ડિયાએ જીત સાથે પૂરો કર્યો અને હવે ભારતીય ટીમનો આગામી કાર્યક્રમ શું છે તે ખાસ જાણો. ટી20 સિરીઝના શેડ્યૂલ ટાઈમિંગથી લઈને લાઈવ સ્ટ્રિમિંગની તમામ માહિતી વિશે ખાસ જાણો.
Trending Photos
દક્ષિણ આફ્રિકા પ્રવાસનો અંત ટીમ ઈન્ડિયાએ જીત સાથે પૂરો કર્યો અને હવે ભારતીય ટીમનો આગામી કાર્યક્રમ શું છે તે ખાસ જાણો. ટીમ ઈન્ડિયા હવે અફઘાનિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયા પહેલીવાર ટી20 સિરીઝ માટે અફઘાનિસ્તાનની મેજબાની કરશે. ત્રણ મેચની આ સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે. આવામાં ભારતીય ટીમને આરામ માટે પણ થોડો સમય મળશે. કેપટાઉન ટેસ્ટમાં છેલ્લો દિવસ આમ તો 7 જાન્યુઆરી હતો પરંતુ આ ટેસ્ટ બે દિવસમાં જ પૂરી થઈ ગઈ. ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન ટી20 સિરીઝના શેડ્યૂલ ટાઈમિંગથી લઈને લાઈવ સ્ટ્રિમિંગની તમામ માહિતી વિશે ખાસ જાણો.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટની 5 મેચ રમાઈ છે. જેમાંથી 4 મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ પોતાનો દબદબો જાળવ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું નહતું. અફઘાનિસ્તાન હજુ સુધી ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં ભારતને હરાવી શક્યું નથી.
રોહિત શર્મા અને વિરાટની વાપસી થઈ શકે
ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખતા એવી અટકળો થઈ રહી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ સિરીઝ દ્વારા ટી20 ક્રિકેટમાં વાપસી કરી શકે છે. આ બંને સીનિયર ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ 2022 બાદ કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી.
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનનો ટી20 કાર્યક્રમ
પ્રથમ ટી20 મેચ- 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે, સમય સાંજે 7 વાગ્યાથી.
બીજી ટી20 મેચ- 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે, સમય સાંજે 7 વાગ્યાથી.
ત્રીજી ટી20 મેચ- 17 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં રમાશે, સમય સાંજે 7 વાગ્યાથી.
લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ઈન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન ટી20 સિરીઝ માટે લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બદલાશે. દક્ષિણ આફ્રિકા સિરીઝ ફેન્સે સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર જોઈ હતી. પરંતુ આ સિરીઝ ભારતમાં રમાવવાના કારણે તેનું લાઈવ પ્રસારણ સ્પોર્ટ્સ-18 તથા કલર્સ સિનેપ્લેક્સ પર થશે. જ્યારે ડીડી સ્પોર્ટ્સ ઉપર પણ ફેન્સ તેની મજા માણી શકશે. આ ઉપરાંત ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન ટી20 સિરીઝનું લાઈવ સ્ટ્રિમિંગ ફેન્સ જીયો સિનેમા પર ફ્રીમાં જોઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે