ગુજરાત કોંગ્રેસે અંતે હારનું ઠીકરું EVM પર ફોડ્યું, રાજીનામા મુદ્દે કોઇ ચર્ચા નહિં
છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે. 23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બૂધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમીતીની બેઠક મળી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે. 23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બૂધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમીતીની બેઠક મળી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ પોતાની હારના કારણો શોધવાની હતી. પરંતુ અંતે તો હારનું કારણે EVM જ બતાવવામાં આવ્યું છે. લોકસભાના પરિણામના 7માં દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સંકલન સમીતી બેઠક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા બોલાવવામાં આવી હતી. જેમા ગુજરાતમાં કોંગ્રેસના સતત બીજી વખત થયેલા વાઈટવોશના કારણોની ચર્ચા કરવામાં આવી હતી.
ટીકીટ બાબતે તકરાર થતા યુવકે ચાલુ ટ્રેનમાં રેલવેના ગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં કોંગ્રેસની વિવિધ ચૂંટણીમાં થયેલી હારનું ઠીકરૂ EVM પર ફોડવામાં આવ્યું હતું. તેમ આ રકાસનું દોષારોપણ પણ EVM ઉપર જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંકલન સમિતીએ ભાજપના ભ્રામક પ્રચારના કારણે કોંગ્રેસનો સફાયો થયાનું ગણાવ્યું હતું. તો અન્ય કારણ નવા મતદારો ભાજપ તરફ વધુ ખેંચાયા હોવાનું ગણાવ્યું હતું.
સામાન્ય રીતે વિધાનસભા કે, લોકસભામાં ધાર્યું પરિણામ ન આવે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નૈતિકતાના ધોરણે હોદ્દાપરથી રાજીનામુ આપી દે તેવી પરંપરા જોવા મળી છે. અને તેની ચર્ચા પણ સંકલન સમીતીની બેઠકમા થતી હોય છે. બેઠકમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણી કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. હારની જવાબદારી તમામ નેતાઓએ સ્વિકારી હોવાનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. અગાઉ અનેક મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસ પ્રજામાં અંડર કરંટ હોવાનો દાવો કરતી હતી. જો કે તે અંડર કરંટ કોંગ્રેસની વિરોધમાં આવતાં ઠીકરુ ઇવીએમ પર ઢોળવામાં આવ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે