થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું પ્લાન કરી રહ્યાં છો, તો જરૂર વાંચી લો આ સમાચાર
Trending Photos
- 29 ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા થઈ રહ્યો છે.
- ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે
ઝી મીડિયા/બ્યૂરો :31 ડિસેમ્બરને હવે 14 દિવસનો સમય જ બાકી છે, ત્યારે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ હોવાને લીધે અમદાવાદીઓ અને ગુજરાતીઓ ગોવા જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે અત્યારથી જ અમદાવાદ-ગોવાનું એરફેર આસમાને પહોંચવા લાગ્યું છે. અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર હવે 8 હજારને પાર છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ અઢી ગણું વધારે છે. કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ હોય છે અને તે 31 ડિસેમ્બર વખતે પણ યથાવત્ રહેશે. આમ, આ વખતે અમદાવાદમાં 31 ડિસેમ્બરના ભવ્ય ઉજવણીનું આયોજન શક્ય નહીં હોવાથી મોટાભાગના લોકો ગોવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેને કારણે અત્યારથી જ અમદાવાદ-ગોવાના એરફેરમાં વધારો થવાનું શરૂ થઇ ગયો છે.
દીવ-દમણ-ગોવા ફરવા જશે ગુજરાતીઓ
ક્રિસમસ અગાઉ એટલે કે 24 ડિસેમ્બરના અમદાવાદ-ગોવાનું મહત્તમ વન-વે એરફેર 6.589 રૂપિયા છે. જે સામાન્ય દિવસો કરતાં બે ગણું વધારે છે. તે પછી 29 ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા થઈ રહ્યો છે. 30 ડિસેમ્બરના અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 8013 રૂપિયા છે. ટ્રાવેલ એજન્ટોના મતે ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં ગોવા હોટ ફેવરિટ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 14 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.
આ પણ વાંચો : સુરતનો બહુચર્ચિત જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ શો ફેબ્રુઆરીમાં યોજાશે
રાત્રિ કરફ્યૂમાં કોઈ ઉજવણી નહિ
રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રિ કરફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રિ દરમિયાન બહાર નહીં કરી શકે. ન્યૂ યર ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી. ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે. હવે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી રાત્રી દરમિયાન થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ પતિ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે. થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી રાત્રી કર્ફ્યુ દરમિયાન ના થાય તે માટે અમદાવાદ પોલીસ તરફથી ડ્રિન્ક એન્ડ દ્રાઈવ માટે ડીકોઈ ટીમ પણ બનાવવામાં આવી છે સાથે જ અમદાવાદની આસપાસના તમામ કામ હાઉસ અને પાર્ટી પ્લોટ આઈડેન્ટીફાઈ કરી તેની પર નજર રાખી તપાસ કરવામાં આવશે.
સોમનાથમાં ખાસ ઓફર
કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે