કચ્છ: ગાંધીધામમાંથી ઝડપાઈ 50 કરોડની 2,00,000 ઈ-સિગારેટ, જાણો કોણે કર્યો પર્દાફાશ?

કચ્છના ગાંધીધામમાં DRIએ 50 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી છે. મુંદ્રા પોર્ટ પરથી 2,00,000 ઈ-સિગારેટ ગાંધીધામ DRIએ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

કચ્છ: ગાંધીધામમાંથી ઝડપાઈ 50 કરોડની 2,00,000 ઈ-સિગારેટ, જાણો કોણે કર્યો પર્દાફાશ?

કચ્છ: યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા, પરંતુ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થઇ છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે. યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે. હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.

કચ્છના ગાંધીધામમાં DRIએ 50 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી છે. મુંદ્રા પોર્ટ પરથી 2,00,000 ઈ-સિગારેટ ગાંધીધામ DRIએ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાંથી 50 કરોડની ઈ-સિગારેટ ઝડપાઈ છે. DRIએ 50 કરોડની ઈ-સિગારેટ ઝડપી પાડી છે. મુંદ્રા પોર્ટ પરથી 2 લાખ ઈ-સિગારેટ ઝડપાઈ છે. ગાંધીધામ DRIએ બાતમીના આધારે ઈ-સિગારેટ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news