'મારું જે કોઇપણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો, હું આજેપણ નહી અને કાલે પણ નહી મુકું'
Dinubhai Solanki corruption allegation: ભાજપના ઉપલી તંત્રના ચાહીતા દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ફેક્યો પડકાર છે.
Trending Photos
Dinubhai Solanki corruption allegation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયા છે, કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા. ભાજપના ઉપલી તંત્રના ચાહીતા દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમજ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી ગયો હતો.
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે, મારુ જે ગેરકાયદે હોય તો તેનું જે થાય તે કરી લેવાની દિનુંભાઈ સોલંકીએ કલેક્ટરે ખુલ્લી ચિમકી આપી હતી. દીનુભાઈ સોલંકી જાહેરસભામાં જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજા તથા પોલીસના ભરપુર વખાણ કરતા જોવા મળ્યા હતા. ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને દીનુભાઈ સોલંકી વચ્ચે વિવાદ વધ્યો છે.
પૂર્વ સાંસદ અને રાજકીય નેતા દીનુભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકીને ખળભળાટ મચાવી દીધો હતો. દીનુભાઈ સોલંકીએ કલેક્ટરને "લાઈસન્સદાર લૂંટારો" ગણાવીને તેમની તુલના મહમ્મદ ગઝની સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કલેક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લા નહીં પાડી દે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી, ભલે કલેક્ટર 6 મહિનામાં નિવૃત્ત થઈ જાય.
કોડિનાર ભાજપની જાહેરસભામા પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીએ ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, મારુ જે કોઇપણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો, હું તમને આજેપણ નહી અને કાલે પણ નહી મુકું, હું પ્રજાનો પ્રતિનિધી છું અને કાયમી રહેવાનો છું. ભલે મારે રાજકારણ અને જાહેર જીવન મુકવા પડે પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને જંપીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે