અમદાવાદની ઓળખસમા ફ્લાવરશોનું CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: શહેરના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો 4 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ ઉપર યોજાઇ રહ્યો છે. જેનુ ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજીત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ,અને પામ સહીત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટાવિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી ખ્યાતનામ નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રખાયા છે.
તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે. ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. આ મહાત્મા ગાંધીના જીવન ઉપરાંત મોસ્કીટો બ્રીડીંગ, ફાયર બ્રીગેડ સહીતની થીમ પર તૈયાર કરાઇ રહેલા સ્ક્લપચર મુખ્ય આકર્ષણ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવ્યુ.
જમીન સર્વેમાં ગોટાળા સામે ખેડૂતોમાં રોષ, રસર્વે કરાવવાની માંગ સાથે ઉગ્ર દેખાવો
જ્યાં રૂપાણી દંપીતીએ ફુલોની વચ્ચે સેલ્ફી લેવાની મજા લીધી. જ્યાં તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્લાવર-શો જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી નગર સુખકારી નું એક આવકારદાયક પગલું છે એમ જણાવ્યુ. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, વિવિધ થીમ પર દેશ-વિદેશના લાખો ફૂલોનો આ ફ્લાવર શો આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે