ઊંઝાનું પ્રખ્યાત જીરુ ખરીદતા પહેલા આ વાંચી લેજો, તમે તો નથી લીધુંને આવું સિમેન્ટવાળું જીરું!!!

Fake Cumin Seeds in unjha : મહેસાણાના ઊંઝાના દાસજ પાસેથી ઝડપાયું નકલી જીરૂંનું ગોડાઉન..... વરિયાળીના ભુસાને પ્રોસેસ કરી બનાવાતું હતું જીરૂં...
 

ઊંઝાનું પ્રખ્યાત જીરુ ખરીદતા પહેલા આ વાંચી લેજો, તમે તો નથી લીધુંને આવું સિમેન્ટવાળું જીરું!!!

Fake Cumin Seeds મહેસાણા : ઊંઝાના દાસજ પાસેથી વરિયાળીમાંથી જીરું બનાવવાની ગોડાઉન ઝડપાયુ છે. દાસજમાં મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને બનાવટી જીરુનો જથ્થો ઝડપા પાડ્યો છે. 48 બોરીમાં સંગ્રહાયેલુ 3360 કિલો નકલી જીરું સીઝ કરાયુ છે. તપાસમાં પટેલ જય દશરથભાઈ નામના શખ્સનું આ ગોડાઉન હોવાનું ખુલ્યું છે. વરિયાળીના ભુસાને પ્રોસેસ કરીને બનાવટી જીરું બનાવાતુ હતુ. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને નકલી જીરું બનાવાતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા છે.

ગુજરાતના ફેમસ ઊંઝામાં વરિયાળીમાંથી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમ એક્શનમાં આવી છે. જેમાં દાસજ ગામે આવેલ પટેલ જય દશરથભાઈના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ રેડમાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે, અહીં રિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હતું.

ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતનો 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તો ફૂડ વિભાગની ટીમે નકલી જીરાના સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપ્યું છે. સાથે જ ગોડાઉનમાઁથી 5 લાખની કિંમતો 3360 કિલો નકલી જીરાનો જથ્થો જપ્ત કર્યો છે. 

તંત્રવ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news