બનાસકાંઠાને બરબાદ કર્યા બાદ મહેસાણામાં તીડોના તરખાટથી ખેડૂતો પરેશાન

આજે મહેસાણા જિલ્લામાં આજે તીડે આંતક મચાવ્યો છે. આજે મહેસાણાના સતલાસણાના અનેક ગામોમાં તીડનો આંતક જોવા મળ્યો હતો. આ તીડથી સતલાસણાના ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઇ રહી છે સતલાસણાના ચેલાણા, તખતપુરા, જસલપુરા, ખારી જેવા અનેક ગામોમાં તીડનો આજે આંતક જોવા મળ્યો. જેમ જેમ સાંજ પડશે તેમ તેમ આ તીડનો આંતક વધુ મજબૂત બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
બનાસકાંઠાને બરબાદ કર્યા બાદ મહેસાણામાં તીડોના તરખાટથી ખેડૂતો પરેશાન

બનાસકાંઠા : આજે મહેસાણા જિલ્લામાં આજે તીડે આંતક મચાવ્યો છે. આજે મહેસાણાના સતલાસણાના અનેક ગામોમાં તીડનો આંતક જોવા મળ્યો હતો. આ તીડથી સતલાસણાના ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઇ રહી છે સતલાસણાના ચેલાણા, તખતપુરા, જસલપુરા, ખારી જેવા અનેક ગામોમાં તીડનો આજે આંતક જોવા મળ્યો. જેમ જેમ સાંજ પડશે તેમ તેમ આ તીડનો આંતક વધુ મજબૂત બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ચાલુ સાલે જાણે કે ખેડૂતો થી ઉપરવાળો રિસાયો હોય તેમ એક બાદ એક મુસીબત ખેડૂતો ને પાયમાલ કરી રહી છે. ચાલુ સાલે મહેસાણાના ખેડૂતો ન જાને કેટલી વાર વાવેતર કર્યું, પરંતુ શરૂઆતમાં વરસાદ ન આવવાથી પાક ફેઈલ ગયો તો દિવાળી ના સમયે કમોસમી વરસાદ તો બાદમાં ઈયળ પડતા ખેડૂતોને નુકશાનને હવે આ તીડના આંતકે ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખ્યા છે. આ તીડ કાલે સાંજે બનાસકાંઠાથી સતલાસણામાં પ્રવેશ કર્યો હતો. પવન જે દિશામાં હોય તેમ આ તીડ આગળ વધે છે, અને જ્યાં આ તીડ વિસામો કરે છે ત્યાં તમામ પાકને ફેલ કરી નાખે છે. આ તીડને રોકવા માટે હાલ સતલાસણા તાલુકાની 4 ટિમોને કાર્યરથ કરવામાં આવી છે, સતલાસણાના ખેડૂતો રાજ્ય સરકાર આ મામલે ત્વરિત યોગ્ય પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે.

તીડનો આંતક છે એ મહેસાણા આ પહેલા 25 કે 26 વર્ષ પહેલાં દેખાયો હતો. ખેડૂત જણાવી રહ્યા છે તેને રોકવા માટે સરકારે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને માંડ માંડ આ તીડથી ખેડૂતોને બચાવ્યા હતા. ત્યાં હવે ચાલુ સાલે ફરી એક વાર તીડ જોવા મળતા મહેસાણાના ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. ખેડૂતને સમજાતું નથી આ તીડથી કઈ રીતે છુટકારો મેળવવો ખેડૂતો તીડથી છુટકારા માટે ઘરમાં જે કઈ પણ હોયએ વાસણએ ખખડાવે છે અને આ તીડને ભગવવવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ ખેડૂત આગ લગાવી ધુમાડો કરી આ તીડ થી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ આ તીડ એટલી માત્રામાં હોય છે કે એક જાય તો થોડી જ વારમાં અનેક તીડ ખેતરમાં બેસી ને પાક ને સાફ કરી નાખે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news