ગુજરાતના કૃષિ મંત્રની તબિયત લથડી : ચાલુ કાર્યક્રમમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો
Agriculture Minister Raghavji Patel Suffered A Brain Stroke : કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવ્યો... રાત્રે રાઘવજી પટેલ ગામ ચલો અભિયાનમાં હતા, તે સમયે બ્રેઈન સ્ટોક આવ્યો
Trending Photos
Gandhinagar News : કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાજકોટમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર માટે ખસેડાયા છે. પસાયા બેરાજામાં કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડી હતી.
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલની ચાલુ સરકારી કાર્યક્રમમાં અચાનક તબિયત લથડી હતી. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગઈકાલ રાત્રે રાઘવજીભાઈ ગામ ચલો અભિયાનમાં હતા, એ સમયે માઈનોર બ્રેન સ્ટોક આવ્યો હતો. બ્રેઈન સ્ટ્રોક આવતા સીનર્જી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ છે. ડોક્ટરો અને તેમના નજીકના સગાઓએ કહ્યું હાલ તબિયત સુધારા પર છે.
હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે