આ નવી આગાહી તમારું દિમાગ ચકરાવે ચઢાવશે : ઠંડી જશે પછી આ સહન કરવા પડશે આવા દિવસો
Weather Update Today : ઠંડા પવનોના કારણે ગુજરાતમાં ફરીથી ઠંડીની થઈ શરૂઆત... 9.3 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર...
Trending Photos
Gujarat Weather Forecast : ઉત્તરથી આવતા પવનોને કારણે હાલ સમગ્ર ગુજરાત ટાઢુબોળ થઈ ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર છેક ગુજરાત સુધી થઈ રહી છે. જેના કારણે હાલ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. પરંતુ આ માહોલ બહુ લાંબો સમય નહિ રહે. જલ્દી જ ગુજરાતમાં ગરમીના દિવસો આવી જશે. ગુજરાતમાં કાતિલ ઠઁડી વચ્ચે હવે ગરમીની આગાહી શરૂ થઈ ગઈ છે. મોસમ ધીરે ધીરે બદલાશે અને ગુજરાતમાં ગરમી અનુભવાશે. જો તમે ગરમીની રાહ જોઈ રહ્યા છો તો હરખાવા જેવા સમાચાર એ છે કે, ગરમી હવે બહુ દૂર નથી. ગુજરાતમાં જલ્દી જ ઠંડી જઈને ગરમી આવશે.
ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું
હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
આ દિવસથી ગરમીની શરૂઆત થશે
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.
અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.
આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે.
આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે