સુરતની જાણીતી બ્લડ બેન્કે ફીમાં કર્યો સૌથી મોટો ઘટાડો, જાણો દર્દીઓને બ્લડ યુનિટ કેટલામાં અપાશે?

બ્લડ બેન્ક દ્વારા આગામી એક વર્ષ સુધી જરૂરિયાતમંદ દર્દીઓને અપાતા બ્લડની ફીમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે. રક્તદાન કર્યાનું કાર્ડ હોય તેવા દર્દીને 500 અને કાર્ડ નહીં હોય તેવા કેસમાં 700માં બ્લડ આપવામાં આવશે

સુરતની જાણીતી બ્લડ બેન્કે ફીમાં કર્યો સૌથી મોટો ઘટાડો, જાણો દર્દીઓને બ્લડ યુનિટ કેટલામાં અપાશે?

ઝી બ્યુરો/સુરત: શહેરના લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા બ્લડ ની ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે. બ્લડ બેન્ક દ્વારા આગામી એક વર્ષ સુધી જરૂરિયાતમંદ દર્દીઓને અપાતા બ્લડની ફીમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે. રક્તદાન કર્યાનું કાર્ડ હોય તેવા દર્દીને 500 અને કાર્ડ નહીં હોય તેવા કેસમાં 700માં બ્લડ આપવામાં આવશે

સુરતની લોક સમર્પણ બ્લડ બેન્ક દ્વારા વર્ષે ૩૩ હજાર યુનિટની આસપાસ બ્લડ યુનિટ જરૂરિયામંદ દર્દીઓને અપાય છે. એક બ્લડ યુનિટ પાછળ ૧૪૦૦થી ૧૫૦૦ સુધીનો ખર્ચ થાય છે છતાં રક્તદાન કર્યાનું કાર્ડ લાવનારા દર્દીને 700 અને કાર્ડ વગરના દર્દીને 1000માં બ્લડ યુનિટ અપાતું હતું. 

જોકે લોક સમર્પણ બ્લડ બેન્ક કેન્દ્રના ડિરેક્ટર ડો. સન્મુખ જોષીએ સંસ્થા દ્વારા અપાતા પગાર પેટેનું 18  લાખનું પેકેજ જતું કર્યું છે. ત્યારે સેવાની ભાવના ધરાવતા ડો. જોષીએ જતા કરેલા પગારના નાણા લોકોની સેવામાં ઉપયોગમાં લેવાની નેમ સાથે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથરીયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અહીંથી અપાતા બ્લડની ફીમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે. 

આગામી એક વર્ષ સુધી રક્તદાન કર્યાનું કાર્ડ હોય તેવા દર્દીને 500 અને કાર્ડ નહીં હોય તેવા કેસમાં 700માં બ્લડ આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news