BIG BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે જ યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. આમ 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.
મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયત, નગરપાલિકા, અને જૂનાગઢ તથા અન્ય મહાનગરપિલાકા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. ગત મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી.
રાજ્યમાં 73 નગરપાલિકાની ખાલી બેઠકો, તેમજ ખેડા જિલ્લા પંચાયતની અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે