BIG BREAKING: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને બનાવ્યા ગુજરાત હાઇકોર્ટના જજ

રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી.

BIG BREAKING: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને બનાવ્યા ગુજરાત હાઇકોર્ટના જજ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટમાં નવા પાંચ જજની નિમણૂક કરવામાં આવી છે. પાંચ જ્યુડિશિયલ ઓફિસરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ન્યાયાધીશની નિમણૂક કરાઈ છે. જેમાં સુસાન પિન્ટો તેમજ  હસમુખ સુથાર તેમજ જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોષીની નિમણૂક કરાઈ છે. આગામી દિવસોમાં હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેશે.

— Kiren Rijiju (@KirenRijiju) March 15, 2023

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ. તેઓ મૂળ વડોદરાના છે. 

મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી નિવૃત્ત થતા હતા. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news