ઉત્તરાયણ પહેલા વાલીઓ સાવધાન! પીપુડાની વ્હીસલ બાળકના ગળામાં ફસાઈ ગઈ, જીવ જતા જતા બચ્યો
Uttarayan 2025 : ઉત્તરાયણ પહેલા વડોદરામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો... પીપૂડા વગાડતા બાળકની શ્વાસનળીમાં ફસાઈ સીટી.. વડોદરામાં ઓપરેશન કરીને બહાર કાઢવી પડી સીટી...
Trending Photos
Vadodara News : હવે ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ખાસ કરીને નાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે વાલીઓ ચેતી જવાની જરૂર છે. પ્રસંગની મજા ક્યાંક મોતની સજા બનીને ન રહી જાય. ઉત્તરાયણ એ ગુજરાતનો એકમાત્ર એવો ઉત્સવ છે, જે અનેકોના જીવ લે છે. ઉત્તરાયણ પહેલા દોરીઓથી લોકોના ગળા કપાય છે, તો ક્યાંક ઉત્તરાયણના ફાનસથી આગ ફાટે છે. આ ઉપરાંત પતંગ ચગાવતા ધાબા પરથી પડી જવાના અને કરંટ લાગવાના પણ અનેક બનાવ બને છે. આ ઉપરાંત કેટલાય અબોલ પક્ષીઓનો જીવ લેવાય છે. ત્યારે વડોદરામાં બનેલો કિસ્સો ચોંકાવનારો છે.
વડોદરામાં ઉત્તરાયણ પર્વે પિપૂડા વગાડનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીપૂડુ વગાડતા 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં વ્હીસલ ફસાઈ ગઈ હતી. દાહોદ ખાતે રહેતો પાંચ વર્ષનો જયંત તડવી વ્હિસલ વગાડતો હતો ત્યારે શ્વાસ અચાનક અંદર ખેંચતા વ્હિસલ સીધી શ્વાસનળીમાં ઊતરી ગઈ હતી. બાળકને શ્વાસ લેવામાં પડતી પડતા તેને સારવાર માટે SSG હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વ્હિસલ બાળકના શ્વસનનળીમાં ફસાઈ ગઈ હોવાનું નિદાન થયું હતું.
તબીબોએ બાળકની શ્વસનનળીમાંથી વ્હિસલ બહાર કાઢવા માટે બોન્કોસ્કોપી કરવાનો નિર્ણય લીધો હતો. SSGના ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી શ્વસનનળીમાં ફસાઈ ગયેલી વ્હિસલ સાવધાની પૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું.
પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા દાઝી જવાથી મોત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે. સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પિન્સ ચૌધરી નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો હતો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો.બાળકનું ટુંકી સારવાર બાદ મોત નીપજતાં પરીવાર શોકમાં મગ્ન થઈ ગયો છે.સચીન જીઆઇડીસી પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા પીન્ટુ ચૌધરી સચિનની મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર સંતાનોમાં મોટો 13 વર્ષનો દીકરો પ્રિન્સ ધોરણ-4માં અભ્યાસ કર્યો હતી. ગતરોજ સ્કુલેથી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. એક કલાક પછી ચિચયારી સાંભળી દોડીને ગયા તો પ્રિન્સ મકાન બહારથી જતી હાઈટેનશન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો.108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા તેની હાલત ગંભીર હોવાનું તબીબો એ જણાવીને દાખલ કરી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે