JUNAGADH: યુવતીએ કહ્યું ફટાફટ તારા કપડા ઉતાર આપણી પાસે સમય નથી અને...
શહેરમાં ફરી એકવાર હની ટ્રેપ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ છરીની અણીએ એક યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવીને તે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. આ ગુન્હામાં પોલીસે એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી લીધા છે. મહત્વની વાત તો એ છે કે એક આરોપી પાસે ભણવા માટેની ફી ના રૂપીયા ન હોવાથી તેણે આ ગુન્હો કર્યાની કબુલાત આપી છે, હાલ તો પોલીસે આ ગુન્હાને લઈને વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- જૂનાગઢ શહેરમાં ફરી એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો
- છરીની અણીએ યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવ્યો
- વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી
- પોલીસે એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી લીધા
- એક આરોપીને ભણવા માટેની ફીના રૂપીયા ન હોય ગુન્હો કર્યો
Trending Photos
સાગર ઠાકર/જૂનાગઢ : શહેરમાં ફરી એકવાર હની ટ્રેપ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ છરીની અણીએ એક યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવીને તે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. આ ગુન્હામાં પોલીસે એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી લીધા છે. મહત્વની વાત તો એ છે કે એક આરોપી પાસે ભણવા માટેની ફી ના રૂપીયા ન હોવાથી તેણે આ ગુન્હો કર્યાની કબુલાત આપી છે, હાલ તો પોલીસે આ ગુન્હાને લઈને વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જૂનાગઢ હનીટ્રેપની આરોપી મહિલા)
જૂનાગઢ શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા ફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ ઉ.વ. 34 ને ચાર દિવસ અગાઉ પોતાની નોકરી ઉપર હતા ત્યારે શબનમ ઉર્ફે સબુ નામની યુવતી અને તેની સાથે બે શખ્સો સલમાન તૈયબભાઈ વિશળ અને બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા એ મુકેશભાઈને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીની અણીએ કપડા કઢાવી સાથે આવેલી શબનમના પણ કપડા કઢાવી, મુકેશભાઈ અને શબનમને એકબીજાની પાસે ઉભા રખાવી મોબાઇલમાં વીડિયો ઉતારીને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેસ કરી, ફસાવી દેવાની ધમકી આપીને મુકેશભાઈ પાસે રહેલ 500 રૂપિયા લઈ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને બીજા પાંચ લાખ રૂપીયા આપવાની વાત કરી હતી. મુકેશભાઈ પાસે આટલા રૂપીયા ના હોય, જેથી રકઝક કરીને ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓએ મુકેશભાઈ ઉપર વિશ્વાસ નથી તેવું કહીને કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, આર્યન યુનુસભાઈ ઠેબાને રેલવે ફાટક પાસે બોલાવ્યો અને આર્યને સમાધાનમાં વચ્ચે રહીને બીજા દિવસે 10 હજાર રૂપીયા અને બાકીના 2.90 લાખ 16 જૂલાઈના રોજ આપવાનું નક્કી કરી ચારેય આરોપી નાસી છુટ્યા હતા. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
(હનીટ્રેપમાં સાથ આપનાર ત્રણ આરોપી)
ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી છટકું ગોઠવ્યું જેમાં રૂપીયા જેવા દેખાતા કાગળના બંડલને થેલીમાં રાખીને ખાનગી કપડામાં વોચ ગોઠવી હતી અને આરોપીઓ રૂપીયા લેવા આવતાંની સાથે જ પોલીસે ચારેય આરોપીને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીના નામ...
1. સલમાન તૈયબભાઈ વિશળ
2. બસિર હબીબભાઈ સુમરા
3. આર્યન યુનુસભાઈ ઠેબા
4. શબનમ ઉર્ફે સબુ
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી આર્યન ધો. 12 માં અભ્યાસ કરતો હોય, તેમના પિતા મજૂરીકામ કરતાં હોય અને ફી ભરવા માટે રૂપીયાની જરૂર હોય આ ગુન્હો કર્યાની કબુલાત આપી હતી. જ્યારે અન્ય એક આરોપી સલમાન ટ્રક ડ્રાઈવર હોય, લોકડાઉન દરમિયાન કામ ન હોય અને પત્ની ગર્ભવતી હોય તેની સારવાર માટે રૂપીયાની જરૂર હોય આ ગુન્હો કર્યાની કબુલાત આપી હતી. તો શબનમ ઉર્ફે સબુને જુગાર રમવાની ટેવ હોય અને રૂપીયા હારી જતાં તેને પણ રૂપીયાની જરૂર હોવાથી આ કાવતરૂં કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપી પૈકી સલમાન અને બસિર અગાઉ પણ મારામારી સહીતના ગુન્હામાં ઝડપાયા હતા અને આ રીતે હની ટ્રેપમાં અન્ય કોઈ વ્યક્તિને ફસાવીને ગુન્હો આચરેલો છે કે કેમ અથવા અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે