મારી નાંખે છે વ્યાજખોરી! અમદાવાદમાં પૈસાની લેતી-દેતીમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં મોટા ખુલાસા

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે મહિલાએ કરેલા આપઘાત કેસમાં કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નીતાબેન મોદી નામની મહિલાએ 27 જાન્યુઆરી પોતાના ઘરે એસિડ પીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 મારી નાંખે છે વ્યાજખોરી! અમદાવાદમાં પૈસાની લેતી-દેતીમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં મોટા ખુલાસા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં વધુ એક વખત પૈસાની લેતી-દેતીમાં આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગરમાં મહિલાએ આત્મહત્યા કરી લેતા પોલીસે ફરિયાદ નોંધીને એક મહિલા આરોપી સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે મહિલાએ કરેલા આપઘાત કેસમાં કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નીતાબેન મોદી નામની મહિલાએ 27 જાન્યુઆરી પોતાના ઘરે એસિડ પીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે મામલે તેઓનાં પતિએ આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે ફરિયાદના આધારે એન પ્રાથમિક પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ ની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નીતાબેન મોદીએ નેહા પંડ્યા અને જયેશ પંડ્યા મારફતે વ્યાજે 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે રકમ વ્યાજ સાથે ભરી દીધી હોવા છતાં પણ વધારાના 10 હપ્તા ભરવા છેલ્લા એક મહિનાથી આરોપીઓ માનસિક ત્રાસ આપીને ધમકી ઓ આપતા હતા. 

મૃતક નીતા બેને મોદી એ જીગર રબારી નામના મહેસાણાનાં યુવક પાસેથી 10 ટકા વ્યાજે પૈસા લીધેલા હતા. જે પૈસા ભરી દીધા હોવા છતાં પણ વધુ પૈસાની માંગણી કરી ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે નીતાબેન મોદીએ હેમરાજ ઝાલા નામના યુવકને 45,000 રૂપિયા ઉછીના આપ્યા હોય તેમજ દીકરાના નામે ફોન અપાવ્યો હોય તેના પૈસા માંગવા જતા જાનથી નાખવાની ધમકીઓ આપી હતી. જેના કારણે નીતાબેને મોદીએ આપઘાત કર્યો હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપી નેહાબેન પંડ્યા, જયેશ પંડ્યા અને હેમરાજ સિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરીને આ પ્રકારે અન્ય કોઈને પૈસા વ્યાજે આપ્યા છે કે કેમ તે સહીતની તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news