મહીસાગર સાર્વત્રિક વરસાદ, કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થતા આસપાસના ગામ એલર્ટ પર
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે
Trending Photos
અલ્પેશ સુથાર, મહીસાગર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા કડાણા ડેમમાં પાણીની આવક 2,62,821 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ 80 ટકા ઉપરાંત ભરાતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું છે. ત્યારે નીચાણવાળા કાંઠા વાળા વિસ્તારને એલર્ટ જાહેર કરી નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે.
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે લુણાવાડામાં 3.5 ઇંચ તેમજ ખાનપુર અને વીરપુર માં 3 ઇંચ ખાક્યો હતો. કડાણા અને સંતરામપુરમાં 1 ઈચ વરસાદ વરસ્યો હતો. ત્યાબાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. તો બીજી તરફ, કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત થઇ રહી છે. કડાણા ડેમમાં પાણીની આવક 2,62,821 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડેમના 10 ગેટ 13 ફૂટ ખોલી 2,11,990 પાણી ક્યુસેક છોડાઈ રહ્યું છે. પાણી છોડવાનું યથાવત રહેતા જિલ્લામાં આવેલા હાડોડ, તાતરોલી અને ઘોડિયાર આ ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે નીચાણવાળા કાંઠા વાળા વિસ્તારને એલર્ટ જાહેર કરી નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે.
લુણાવાડામાં એકજ રાતમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. ત્યારે લુણાવાડાના વાંસિયા તળાવ પાસે ટેકરી વિસ્તારમાં આવેલ એક કાચું મકાન ધરાશાયી થયુ છે. કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા અંદર સુતેલા શ્રમજીવી પરિવારની 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા ગરીબ પરીવાર નિ:સહાય બન્યો છે. ખાનપુર તાલુકામાં રાત્રી દરમ્યાન 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઇને બાકોર ગ્રામ પંચાયતનું તળાવ ઓવરફલો થયું છે. તળાવનું પાણી યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી બાકોર ગામમાં ગુસ્યું હતું. ઓવરફ્લો થતા બાકોર ગામમાં રસ્તાઓ ઉપર તળાવના પાણી ફરી વળ્યાં હતા. વર્ષોથી આ પ્રશ્ન છતાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ પણ વાંચો:- નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 36 સે.મી બાકી, જળસપાટી 138 મીટરને પાર, 175 ગામમાં એલર્ટ
તો બીજી તરફ ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ 80 ટકા ઉપરાંત ભરાતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું છે. ભાદરડેમની સપાટી 122.80 મીટરે પહોંચી છે. ત્યારે ડેમની પૂર્ણ સપાટી 123.72 મીટર છે. ડેમ 80.58 ટકા જેટલો ભરાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે આગામી સમયમાં પાણી છોડવાની સ્થિતિની સંભાવના છે. જેને લઇને અસર પામી શકે તેવા ખાનપુર તાલુકાના સાત ગામોને એલર્ટ રેહવા સૂચના અપાઈ છે. આ ડેમ 8000 હેકટરમાં પિયત માટે પાણી પૂરું પાડે છે. નોંધનીય છે ગત વર્ષે ઓછા વરસાદના પગલે ભાદર ડેમ માત્ર 30 ટકા જેટલો પાણી જથ્થો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે