કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે વધુ એક જોખમ, આ કારણથી માસ્ક પહેરવું થયું વધુ ફરજિયાત
કોરોના કહેર (Coronavirus) વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક તરફ શહેરીજનો કોરોનાનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ તેમના માટે હવાનું પ્રદુષણ (Air pollution) મુશ્કેલીનું કારણ બની શકે છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: કોરોના કહેર (Coronavirus) વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક તરફ શહેરીજનો કોરોનાનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ તેમના માટે હવાનું પ્રદુષણ (Air pollution) મુશ્કેલીનું કારણ બની શકે છે. અમદાવાદમાં હાલ સતત હવાના પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદુષણ કોરોના દર્દીઓ (Corona Patient) સહિત શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે મોટો પડકાર બની શકે છે.
દિલ્હી અને પુના કરતા પણ અમદાવાદમાં (Ahmedabad) ધીરે ધીરે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ (Air quality monitoring system) લગાવવામાં આવી છે. જેના દ્વારા શહેરમાં હવામાં પ્રદુષણનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ત્યારે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 286 નોંધાયો છે. જે દિલ્હી અને પુનાની સરખામણીએ અમદાવાદમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index) નોંધાયો છે. શહેરમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ રાયખડમાં નોંધાયો છે. ત્યારે રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 308 નોંધાયો છે. ત્યારે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર કરતા હવામાં પ્રદુષણનું (Air pollution) જોખમ વધી રહ્યું છે તેમ કહી શકાય છે.
આ પણ વાંચો:- મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા
તો બીજી તરફ કોરોનાએ લોકોના જીવન પર ઘણી અસર કરી છે. હવામાં ફેલાતા કોરોનાને કારણે લોકોએ માસ્ક પહેરવું પડી રહ્યું છે. એવામાં જે પ્રકારે શહેરમાં હવાનું પ્રદુષણ વધી રહ્યું છે તેના કારણે લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું જોઇએ. કોરોના દર્દીઓ સહિત અસ્થામા અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે આ હવાનું પ્રદુષણ જોખમી સાબિત થઈ શકે છે.
ઉલ્લખનીય છે કે, શહેરમાં નાઈટ્રોજન ડાયોક્સાઈટ ટુ, કાર્બન ડાયોક્સાઈટ, ઓઝોન થ્રીનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે જુદા જુદા સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા એર ક્વોલિટી મોનીટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમથી શહેરમાં કેટલી હવા શુદ્ધ છે તે જાણી શકાય છે. જો શહેરમાં 0 થી 100 વચ્ચે એર ઇન્ડેક્સ નોંધાયો તો હવા શુદ્ધ છે તેમ માની શકાય છે. પરંતુ જો 100 ઉપર જાય તો હવામાં પ્રદુષણ છે અને જો 200 ઉપર પહોંચી જાય તો હવામાં પ્રદુષણનું જોખમ વધી રહ્યું છે તેમ કહી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે