ખરેખર માનવતા મરી ગઈ! અમદાવાદમાં બે યુવકોએ ફોન ચોરીની શંકા રાખીને એક યુવકનો જીવ લઈ લીધો

ગત 1 ફેબ્રુઆરીએ મોબાઈલ રિતેશ અને શિવાય નામના બન્ને શખ્સોએ રાહુલને ઘર બહાર લઈ જઈ ઢોર માર માર્યો. જેથી રાહુલ શરીરના તમામ ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

ખરેખર માનવતા મરી ગઈ! અમદાવાદમાં બે યુવકોએ ફોન ચોરીની શંકા રાખીને એક યુવકનો જીવ લઈ લીધો

ઉદય રંજન/અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક એવો બનાવ સામે આવ્યો કે જ્યાં બે યુવકોએ ફોન ચોરીની શંકા રાખીને એક યુવકનો જીવ લઈ લીધો. ઘટના અંગે વિગત એવી છે કે ગત 1 ફેબ્રુઆરીએ મોબાઈલ રિતેશ અને શિવાય નામના બન્ને શખ્સોએ રાહુલને ઘર બહાર લઈ જઈ ઢોર માર માર્યો. જેથી રાહુલ શરીરના તમામ ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

જોકે રાહુલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ઘરે પરત લાવવામાં આવતા ફરી તબિયત લથડી હતી અને ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં જ મોતને ભેટ્યો હતો. જોકે રાહુલને માર મારવાની ઘટના અંગે પોલીસને અગાઉ ફરિયાદ નહોતી આપવામાં આવી બાદમાં રાહુલ નો મૃત્યુ થતાં પરિવારજનો એ પોલીસને ફરિયાદ આપતા આ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 

કાગડાપીઠ પોલીસે આરોપી સિવાય અને રિતેશ આ બંને વ્યક્તિઓને તાત્કાલિક ઝડપી લેવા અલગ અલગ ટીમો પણ કાર્યરત કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ ઠાકોર આરોપીઓ સાથે મિત્રતા કેળવી બે મોબાઇલની ચોરી કરી હોવાનો આશંકા અને પગલે રાહુલને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આરોપી રિતેશ અને મૃતક રાહુલ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહીબિશનના પાંચેક ગુનાઓ નોંધાઈ ચૂકેલા હોવાનું સામે આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news