માત્ર 21 વર્ષની સુરતી યુવતીએ સાબિત કર્યું કે જીવનમાં કમ્ફર્ટ ઝોન જેવું કશું હોતું નથી

Surat News: ભણેલા અને તે પણ ખાસ સ્પેશિયલ ડીગ્રી ધરાવનાર લોકો જ્યારે ફૂટપાથ પર પણ સ્ટેટસનો વિચાર કરતા હોય છે ત્યારે સુરતની નુપૂરે જણાવી દીધું છે કે જો તમારા વિચાર સકારાત્મક હોય ત્યારે બધું જ શક્ય છે.

માત્ર 21 વર્ષની સુરતી યુવતીએ સાબિત કર્યું કે જીવનમાં કમ્ફર્ટ ઝોન જેવું કશું હોતું નથી

ચેતન પટેલ/સુરત: બીબીએ કર્યા પછી મોટાભાગે જે યંગસ્ટરસ છે તે સારી નોકરીના શોધમાં હોય છે અને એસી ચેમ્બર અને સારી સેલરીનું પેકેજ શોધતા હોય છે ત્યારે સુરતની એક માત્ર 21 વર્ષની યુવતીએ સાબિત કરી દીધું છે કે જીવનમાં કમ્ફર્ટ ઝોન જેવું કશું હોતું નથી. 

હાલમાં જ બીબીએ ફાઇનલ યરની પરીક્ષા આપનાર સુરતની નુપુર મોદી સુરત શહેરના પાલ વિસ્તારમાં ફૂટપાથ પર મોમોસનું વેચાણ કરે છે. અને તેના મોમોઝ આટલી હદે વાયરલ થયા કે આખા દેશના લોકો તેને ઓળખતા થઈ ગયા છે. માતા સિંગલ પેરેન્ટ્સ છે. અને તેની ઉપર ક્યારેય પણ બોજ નહિ આવે આ માટે ધોરણ 12 થી જ તે નોકરી કરવા લાગી હતી. 

No description available.

નૂપુર હજી 21 વર્ષની છે. આ ઉંમરમાં મોટાભાગે યંગસ્ટર સોશિયલ મીડિયામાં સમય પસાર કરતા હોય છે અને પાર્ટીઓમાં વધારે વ્યસ્ત હોય છે ત્યારે નુપુર મોદી યુવાઓ માટે એક પ્રેરણા રૂપ બની ગઈ છે તેને હાલમાં બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફાઈનલ યર પરીક્ષા આપી છે. કોઈ સારી નોકરી શોધવાના બદલે છેલ્લા છ મહિનાથી રોડ પર મોમોઝનું વેચાણ કરી રહી છે. દિવસ દરમિયાન તે મોમોસ બનાવવા માટે ઘરમાં તૈયારીઓ કરતી હોય છે અને સાંજે ફૂટપાથ પર આ મોમોઝ તૈયાર કરીને લોકોને વેચે છે. 

ભણેલા અને તે પણ ખાસ સ્પેશિયલ ડીગ્રી ધરાવનાર લોકો જ્યારે ફૂટપાથ પર પણ સ્ટેટસનો વિચાર કરતા હોય છે ત્યારે સુરતની નુપૂરે જણાવી દીધું છે કે જો તમારા વિચાર સકારાત્મક હોય ત્યારે બધું જ શક્ય છે. નુપુરે એજ્યુકેશન તો B.B.A. નું લીધું છે પણ તેણે રોડ પર ફૂડ કાઉન્ટર શરૂ કરી નોર્મલ દિવસોમાં રોજના 3 થી 5 હજાર અને વિકએન્ડમાં અને ફેસ્ટિવલમાં 15થી 20 હજાર રૂપિયાનો વકરો કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news