ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો શું હોય છે મહાનગર પાલિકા, જનતાને ફાયદો થશે કે નુકસાન?

ગુજરાત સરકારે રાજ્યમાં નવ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેના શહેરમાં કયા-કયા ફેરફાર થશે, શું અસર થશે. અહીં જાણો તમારા સવાલોના જવાબ...

ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો શું હોય છે મહાનગર પાલિકા, જનતાને ફાયદો થશે કે નુકસાન?

ગાંધીનગરઃ ગુજરાત સરકારે વર્ષ 2025ના પ્રથમ દિવસે મોટો નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 9 નવી મહાનગર પાલિકા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં હવે કુલ 17 મહાનગર પાલિકા થઈ જશે. આ પહેલા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ સાત શહેરોને મહાનગર પાલિકાનો દરજ્જો મળેલો હતો, પરંતુ હવે નવ નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી છે. 

રાજ્ય સરકારે કરી જાહેરાત
રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં કુલ મહાનગર પાલિકાની સંખ્યા 17 થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કોઈ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવાથી જનતાને શું લાભ થશે. 

ક્યારે બને છે મહાનગરપાલિકા?
કાયદાના પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય ત્યારે સરકાર મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે છે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો. પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે છે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, શહેરોનો વિકાસ અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે.

ક્યારે બને છે મહાનગરપાલિકા?
3 લાખથી વધારે વસતી થાય ત્યારે સરકાર મનપા બનાવી શકે 
આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય 
ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત પાલિકા

મનપાથી શું થાય છે ફાયદો?
પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર
મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે 
ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો
કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોવાથી વહીવટ સારો થાય છે
મનપા થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, વિકાસ, ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે.

શહેરજનોએ ચુકવવો પડશે વધુ ટેક્સ
કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે. આમ, 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે. અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે. 

આમ, કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે. મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે. જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ. વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે. કોઈ આઈએએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે. 

મનપાથી શું થશે ફાયદો?
રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે
મનપાએ ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે
30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે
અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે
કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્યના લાભ મળતા શરૂ થાય છે
મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે
જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ
વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે
કોઈ IAS ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે
મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સરકારમાં રજૂઆત કરી પ્રોજેક્ટ મંજૂર કરાવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news