મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ આવતા હડકંપ, TIKTOK સ્ટાર અલ્પિતા પણ ઝપટે ચડી

જિલ્લામાં એક જ દિવસમાં 21 કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયું ઠેય મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કાબુમાં રહેલા કોરોના હવે ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. મહેસાણાના સતલાસણના એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ આવતા હડકંપ, TIKTOK સ્ટાર અલ્પિતા પણ ઝપટે ચડી

તેજસ દવે/મહેસાણા : જિલ્લામાં એક જ દિવસમાં 21 કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયું ઠેય મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કાબુમાં રહેલા કોરોના હવે ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. મહેસાણાના સતલાસણના એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

આ ઉપરાંત પોતાનાં વિવાદિત ટિકટોક વીડિયોનાં કારણે ચર્ચામાં આવેલી અને સસ્પેન્ડ થયેલી ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જ સસ્પેંશન ભોગવીને કડી પોલીસ સ્ટેશનમાં હાજર થયેલી અલ્પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે. 

જિલ્લામાં વડનગરના મોલિપુર ગામના 7, સતલાસણા 2, સુદાસણા 3, ખેરાલુ 1, વડનગર 1, ઉમેદપુર 1, વિસનગર 1,  છઠીયારડા 1, મહેસાણા 2, ઉનાવા 1 અને ઉમેરી 1 એમ એક જ દિવસમાં કુલ 21 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. આ અંગે તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો જો કે તમામ ઉચ્ચ અધિકારીઓએ ફોન બંધ કરી દીધા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ ફોન ઉપાડવાના બંધ કર્યા. આ પ્રકારે આજના 21 અને અગાઉના 11 થઇને કુલ 32 કેસ થઇ ગયા છે. જો કે 7 દર્દીઓ રિકવર થઇને પરત પણ ફરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news