મોબાઈલની જીદે યુવકનો જીવ ગયો! માતાએ મોબાઈલ ન લઈ આપતા સુરતમાં યુવકે કર્યો આપઘાત
સુરતના સચિન વિસ્તારમાં પરિવારે નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. યુવક નવો મોબાઈલ ફોન લેવા પિતા પાસે જીદ કરતો હતો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે આપઘાત છે. યુવક નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માતા પાસે જીદ કરતો હતો. માતાએ યુવકના 10 દિવસ બાદ જન્મદિવસ હોવાથી નવો મોબાઈલ ફોન લઈ આપવા જણાવ્યું હતું. યુવકને જન્મદિવસ પહેલા નવો એન્ડ્રોઇડ ફોન નહીં લઈ આપતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરીવાર સાથે રહે છે. સંજીવ કુમાર શર્માનો 19 વર્ષનો પુત્ર પારસ શર્માનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો. જેથી પારસ માતા પાસે જન્મદિવસ પહેલા એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરતો હતો. માતાએ મોબાઇલ ફોન નહીં લઈ આપતા યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મરણ જનાર પારસના પિતા સંજીવ કુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે લુમ્સ ખાતામાં કામ કરે છે. સાથે જ માતા અને મોટો ભાઈ કુણાલ શર્મા પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મરણ જનાર પારસનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો. જ્યારે જન્મદિવસ પહેલા જ પારસ પરિવાર પાસે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ની માંગણી કરતો હતો. કેટલાક દિવસથી માતા પાસે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માટે જીત લગાવીને બેઠો હતો. માતાએ નવો મોબાઈલ ફોન નહીં લઈ આપતા ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આજકાલની યુવા પીડીને એન્ડ્રોઇડ મોબાઇલ લત લાગી ગઈ છે. ખાસ કરીને યુવાનો મોબાઈલ ના ઉપયોગ whatsapp, facebook, instagr સોશિયલ મીડિયા પેજ પર વધુ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાથી પણ યુવાનો ક્યાંક ઠગનો શિકાર બનતા હોય છે. તો ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ પ્રેમજાળમાં ફસાઈ પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. જ્યારે સચિન વિસ્તારમાં નવો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માતાએ ન લઈ આપતા 19 વર્ષીય યુવાને આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે