Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
Zakir Husain Death News: વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. આ 73 વર્ષીય મહાન કલાકારનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન અવસાન થયું.
Trending Photos
Zakir Husain Death News: વિશ્વભરમાં જાણીતા તબલા વાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. 73 વર્ષીય આ મહાન કલાકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈન છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.
પ્રશંસાકો અને સંગીત જગતમાં શોકની લહેર
ઝાકિર હુસૈનના નિધનના સમાચારે તેમના પ્રશંસકો અને સંગીત જગતમાં શોકમાં ડૂબાડી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. વિશ્વભરના સંગીત પ્રેમી અને કલાકાર તેમના નિધનથી દુખી છે.
તબલા વાદનની દુનિયાનું અનમોલ રત્ન
ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા વગાડવાની દુનિયામાં તેમના અભૂતપૂર્વ યોગદાન અને અનન્ય કુશળતા માટે જાણીતા હતા. 1951માં તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાને ત્યાં જન્મેલા ઝાકિર હુસૈને બાળપણથી જ તેમની સંગીત પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું હતું. માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે સ્ટેજ પર પરફોર્મ કરીને તબલાને એક નવી ઓળખ આપી.
ઝાકિર હુસૈને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાન, જ્યોર્જ હેરિસન, જ્હોન મેકલોફલિન અને ગ્રેટફુલ ડેડના મિકી હાર્ટ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. 1970 માં, તેમણે, જ્હોન મેકલોફલિન સાથે મળીને, "શક્તિ" નામના ફ્યુઝન જૂથની સ્થાપના કરી, જેણે ભારતીય શાસ્ત્રીય સંગીત અને જાઝને જોડીને એક નવી શૈલી રજૂ કરી.
ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ચમકાવ્યું નામ
ઝાકિર હુસૈન ન માત્ર મંચ પર પરંતુ ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રોજેક્ટ્સમાં પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. તેમણે "હીટ એન્ડ ડસ્ટ" અને "ઈન કસ્ટડી" જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. તેમની સર્જનાત્મકતા અને સંગીતની ઊંડાઈએ તેમને ભારતીય સંગીતના મહાન વૈશ્વિક પ્રતિનિધિઓમાંના એક બનાવ્યા છે.
સન્માન અને સિદ્ધિઓ
ઝાકિર હુસૈનને તેમના યોગદાન માટે ઘણા મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ પદ્મ શ્રી અને ગ્રેમી એવોર્ડનો સમાવેશ થાય છે. તેમની સંગીત યાત્રાએ ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જઈને તેને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે