Video : રણવીર સિંહે સારાને શોધી આપ્યો 'બોયફ્રેન્ડ', સોનુ કે ટીટુ કી સ્વીટી ફેઇમ કાર્તિક આર્યન

હાલમાં સારા અલી ખાન તેની એક્ટિંગને કારણે ચર્ચામાં છે

Video : રણવીર સિંહે સારાને શોધી આપ્યો 'બોયફ્રેન્ડ', સોનુ કે ટીટુ કી સ્વીટી ફેઇમ કાર્તિક આર્યન

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની એક્ટિંગ ક્ષમતાના બહુ વખાણ થયા છે. હાલમાં ‘કોફી વિથ કરણ 6’માં સારા અલી ખાને પોતાના પિતા સૈફની હાજરીમાં કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. સારાની આ કબૂલાત બાદ ફેન્સ પર સારા અને કાર્તિકને સાથે જોવા ઈચ્છે છે. વચ્ચે એવી પણ ખબર આવી હતી કે બંને 'બાગી 3'માં સાથે કામ કરવાના છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સમાચાર પછી એક્ટર રણવીર સિંહે સારા અને કાર્તિકની જોડી બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઈ. તેણે કાર્તિકને વિશ કર્યુ અને તેના કાનમાં કંઈક કહ્યું અને હાથ પકડીને સારા પાસે લઈ ગયો. સારા પાસે આવીને તેણે સારાનો હાથ પકડ્યો અને કાર્તિકના હાથમાં આપીને કહ્યું, ફાઈનલી યુ ગાઈઝ હેવ મેટ અને બાદમાં તેણે પાતાના હાથ દ્વારા હાર્ટની સાઈન કરી. આ જોઈને કાર્તિક અને સારા પણ શરમાઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સારા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં કામ કરી રહી છે, જે 28મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ સારાની ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઈ હતી, જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં સારાની જોડી સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news