અમીષા પટેલ પર કરોડો રૂપિયાનું ચીટિંગ કરવાનો આરોપ લાગ્યો, ધરપકડ વોરન્ટ જાહેર થયું
Trending Photos
નવી દિલ્હી :રાંચીની એક કોર્ટે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ અમીષા પટેલ (Ameesha Patel) ની વિરુદ્ધ ફ્રોડ અને ચેકા બાઉન્સના મામલામાં ધરપકડનો વોરન્ટ જાહેર કરાયું છે. આ માહિતી પોલીસે શનિવારે આપી છે. રાંચી (Ranchi) પોલિસ ફિલ્મ નર્માતા અજય કુમાર સિંહની એક ફરિયાદ પર જાહેર વોરન્ટ પર કામ કરવા મુંબઈ જશે. અજય સિંહે શનિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમીષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર કુણાલે એક ફિલ્મ બનાવવા માટે 2.50 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે 2018માં ફિલ્મ રિલીઝ થયા બાદ રૂપિયા પરત કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ફિલ્મ 2018માં રિલીઝ ન થઈ. જ્યારે અમે અમીષા પટેલ પાસેથી રૂપિયા માંગ્યો તો તેમણે ત્રણ કરોડનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો.
તેમણે કહ્યું કે, અમીષા અને તેમના મિત્ર કુણાલ મારા ફોનને ઉપાડતા નથી. મેં કાયદાકીય નોટિસ મોકલી, તો અભિનેત્રીએ તેનો પણ જવાબ ન આપ્યો. ગત વર્ષે મેં રાંચી જિલ્લા કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી. હવે રાંચી કોર્ટે તેમની વિરુદ્ધ વોરન્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ‘દેશી મેજિક’ નામની ફિલ્મની રિલીઝ માટે અમીષાએ અજય સિંહ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા.
નિર્માતાના જણાવ્યા અનુસાર, વર્ષ 2017માં તેમની મુલાકાત અભિનેત્રી સાથે થઈ હતી અને આ દરમિયાન બંને વચ્ચે એક ફિલ્મને લઈને વાત પણ થઈ હતી. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ પૂરુ થઈ ગયું હતું. જોકે, કેટલીક ફાઈનાન્શિયલ પ્રોબ્લમને કારણે આ પ્રોજેક્ટ વચ્ચે જ અટકી ગયો. આ કારણે અજય સિંહ ફિલ્મમાં 2.5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અમીષા ચીટિંગ કેસનો પણ સામનો કરી રહી છે, જેમાં તેમણે રૂપિયા લીધા છતા રાંચીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. ઈવેન્ટ કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે