Ameen Sayani: અવાજની દુનિયાના જાદુગર અમીન સયાનીનું હાર્ટ એટેકના કારણે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Ameen Sayani:અમીન સયાનીનું નિધન 91 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે થયું છે. રેડિયો પ્રેઝન્ટર અમીન સયાનીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની ખબર ની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે.

Ameen Sayani: અવાજની દુનિયાના જાદુગર અમીન સયાનીનું હાર્ટ એટેકના કારણે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Ameen Sayani: અવાજની દુનિયાના જાદુગર અમીન સયાનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. રેડિયોના સૌથી લોકપ્રિય ઉદ્ઘોષક અમીન સયાનીનું નિધન 91 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે થયું છે. રેડિયો પ્રેઝન્ટર અમીન સયાનીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની ખબર ની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે.

આ અંગે મળતી જાણકારી અનુસાર અમીન સયાનીને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. અમીન સયાનીના અંતિમ સંસ્કાર 22 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ દર્શનને લઈને ઓફિશિયલ સ્ટેટમેન્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. 

અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932માં મુંબઈમાં થયો હતો. રેડિયો પ્રેઝન્ટર તરીકે તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમના અવાજના જાદુ થી તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરતા હતા. તેમણે રેડિયો પ્રેઝન્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. 

તેમણે તેમની કારકિર્દી દરમિયાન તેમણે બૉલીવુડ ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું છે. જેમાં ભુત બંગલા, તીન દેવીયા, બોક્સર અને કત્લ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અમીન સયાનીએ 50000 થી વધુ રેડિયો કાર્યક્રમ પ્રોડ્યુસ અને વોઈસઓવર કર્યા હતા. આ ઉપરાંત 19,000 જેટલી જીંગલ્સને પોતાનો અવાજ આપ્યો હતો. જેના માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. 

રેડિયોની દુનિયામાં આપેલા યોગદાન માટે અમીન સયાનીને અનેક એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. જેમાં લિવિંગ લેજેન્ડે એવોર્ડ, ગોલ્ડ મેડલ, પર્સન ઓફ ધ યર સહિતના એવોર્ડનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news