White Hair: સફેદ વાળને છુપાવવા હેર ડાઈ નહીં કરવી પડે, રસોડાની આ 2 વસ્તુઓને સરસવના તેલમાં મિક્સ કરી લગાવી લો એકવાર

White Hair: સફેદ વાળને કાળા કરવા માટે જો તમે સરસવના તેલમાં બે વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાનું રાખશો તો ધીરે-ધીરે તમારા વાળ કાળા થવા લાગશે અને સફેદ વાળની સમસ્યા દૂર થવા લાગશે. સફેદ વાળની સમસ્યા દૂર કરતો આ ઘરગથ્થુ ઈલાજ ખૂબ જ અસરકારક છે. 

White Hair: સફેદ વાળને છુપાવવા હેર ડાઈ નહીં કરવી પડે, રસોડાની આ 2 વસ્તુઓને સરસવના તેલમાં મિક્સ કરી લગાવી લો એકવાર

White Hair:સફેદ વાળને છુપાવવા માટે લોકોને વારંવાર હેર કલર કે ડાઈનો ઉપયોગ કરવો પડે છે. ડાઇ કે હેર કલર કરવાથી વાળ થોડા સમય માટે કાળા થાય છે પરંતુ ધીરે ધીરે ફરીથી સફેદ વાળ દેખાવા લાગે છે. જેમ જેમ સમય જાય છે તેમ વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જેના કારણે સફેદ વાળને કાળા કરવાની પ્રક્રિયા પણ વારંવાર કરવી પડે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો આજે તેનો એક અસરકારક ઈલાજ તમને જણાવીએ. 

સફેદ વાળને કાળા કરવા માટે જો તમે સરસવના તેલમાં બે વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાનું રાખશો તો ધીરે-ધીરે તમારા વાળ કાળા થવા લાગશે અને સફેદ વાળની સમસ્યા દૂર થવા લાગશે. સફેદ વાળની સમસ્યા દૂર કરતો આ ઘરગથ્થુ ઈલાજ ખૂબ જ અસરકારક છે. 

સફેદ વાળને કાળા કરવા માટે તમને ત્રણ વસ્તુની જ જરૂર પડશે. જેમાં એક છે સરસવનું તેલ, બીજી છે મેથી અને ત્રીજું છે લસણ. આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

આ ચમત્કારી તેલ બનાવવા માટે એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. બીજા દિવસે સવારે મેથીની પેસ્ટ બનાવી લેવી. હવે એક વાટકી અથવા તો નાના વાસણમાં સરસવનું તેલ જરૂર અનુસાર ગરમ કરો. હવે આ ગરમ કરેલા તેલમાં મેથીની પેસ્ટ અને ચારથી પાંચ લસણની કળી ઉમેરી દો. આ ત્રણેય વસ્તુને સારી રીતે ગરમ કરો અને પછી ઠંડી થવા દો. હવે આ મિશ્રણને કપડાની મદદથી ગાળી લો. 

તૈયાર કરેલા તેલને માથામાં સારી રીતે લગાડો અને માલિશ કરો. આ તેલને એક રાત વાળમાં રહેવા દો. બીજા દિવસે સવારે માઈલ્ડ શેમ્પૂથી હેર વોશ કરો. નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરશો એટલે સફેદ વાળનું પ્રમાણ ઘટવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news