શું રણબીર કપૂર... વિકી કૌશલ સાથે રમશે ચોર-પોલીસની રમત? Dhoom 4ને લઈ આવ્યું મોટું અપડેટ

Dhoom 4 Update: ધૂમ 4ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રણબીર કપૂર બાદ 'ધૂમ 4'ને લઈને વિકી કૌશલના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો વિકી ફિલ્મમાં પોલીસકર્મીના રોલમાં જોવા મળી શકે છે. જો કે, અભિનેતાની એન્ટ્રીને લઈને હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી.

શું રણબીર કપૂર... વિકી કૌશલ સાથે રમશે ચોર-પોલીસની રમત? Dhoom 4ને લઈ આવ્યું મોટું અપડેટ

Dhoom 4 Update: 'ધૂમ 4'ને લઈને રણબીર કપૂરનું નામ તો પહેલાથી જ ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે, અભિનેતા ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક નામ પણ ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિકી કૌશલ પણ આ ફિલ્મમાં એન્ટ્રી કરી શકે છે. જો કે, અભિનેતાની એન્ટ્રીને લઈને હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી.

વિકીની 'ધૂમ 4'માં એન્ટ્રી!
અમારા સહયોગી DNAના રિપોર્ટ મુજબ આદિત્ય ચોપરા આ એક્શન ફિલ્મમાં વિકી કૌશલને કાસ્ટ કરવા માંગે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આદિત્યનું YRF સ્પાઈ યુનીવર્સને એક્સપેન્ડ કરવાનો પ્લાન છે. હવે તે તેમાં કેટલાક નવા ચહેરા લાવવા માંગે છે. આદિત્યનું માનવું છે કે, વિકીના આવ્યા બાદ ફિલ્મમાં વધુ ચાર્મ અને એનર્જી જોવા મળશે. જો કે, આ બધું હજુ પ્લાનિંગ સ્ટેજ પર ચાલી રહ્યું છે.

આદિત્ય સાથે ચાલી રહી છે વાત
મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં રણબીર કપૂરને વિલન તરીકે સાઈન કરવામાં આવ્યો છે. પોલીસની ભૂમિકા માટે આદિત્યએ વિકીનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ ધૂમ એક લેગસી છે. જેની ફ્રેન્ચાઈઝીની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે. વિકી અને આદિત્ય હજી પણ આ વિશે વાતચીત કરી રહ્યા છે.

વિકી આ ફિલ્મોમાં છે વ્યસ્ત 
હાલમાં વિકી કૌશલ ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. જેમાં તેની મચઅવેટેડ ફિલ્મ 'છાવા' છે જે એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આમાં વિકીની ભૂમિકા છત્રપતિ સંભાજી મહારાજથી પ્રેરિત છે. જેઓ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. આ સિવાય વિકી પાસે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર' છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત વિકી કૌશલ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news