હેંગઓવર ઉતારવા માટે દીપિકા પાદુકોણ કરે છે આ વસ્તુનો ઉપયોગ, જાણો શું રાખે છે પર્સમાં

Deepika Padukone Hangover: બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના પર્સમાં એક એવી વસ્તુ રાખે છે જે જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે. આવો આપણે જોઈએ દીપિકાની બેગમાં કઈ કઈ વસ્તુ હોય છે.

હેંગઓવર ઉતારવા માટે દીપિકા પાદુકોણ કરે છે આ વસ્તુનો ઉપયોગ, જાણો શું રાખે છે પર્સમાં

Deepika Padukone Hangover: દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના પર્સમાં રાખેલી વસ્તુઓ વિશે ફેન્સને જણાવી રહી છે. દીપિકાએ ફેન્સે જણાવ્યું કે તે તેના બેગમાં શું-શું રાખે છે. આશ્ચર્યજનક વાત એ છે કે એક્ટ્રેસ તેની બેગમાં હેંગઓવર ઉતારવાથી લઇને મિટિંગ અટેન્ડ કરવા સુધીનો તમામ સમાન રાખે છે. આવો આપણે જોઈએ દીપિકાની બેગમાં કઈ કઈ વસ્તુ હોય છે.

બોલીવુડ એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે સૌથી પહેલા સન ગ્લાસ કાઢે છે. જેનો ઉપયોગ તે વધારે થાકી જવા પર અથવા પોતાના લુકને થોડો ગ્લેમરસ બનાવવા માટે કરે છે. એક્ટ્રેસે પર્સમાં ડાયરી અને પેન્સિલ હોય છે. જેનો ઉપયોગ તે જરૂરી કામના નોટ્સ બનાવવા માટે કરે છે. આ ઉપરાંત દીપિકાની બેગમાંથી તેના ઘરની ચાવી, લેપટોપ/ મોબાઈલ સ્ટેન્ડ, એરલાઇન કાર્ડ્સ, ફેસ સ્પ્રે/ ફેસ મિસ્ટ, પરફ્યૂમ, હેંગઓવર ઉતારવાની દવા, માઉથ ફ્રેશ્નર, વાળ બાંધવા માટે રબરબેન્ડ, અડોપ્ટર, સેફ્ટી પિન, બેન્ડેડ્સ રાખે છે. હેંગઓવર ઉતારવા માટે દીપિકા કઈ દવાનો ઉપયોગ કરે છે તે તમે જાતે જોઈ લો.

વીડિયો શેર કરતા દીપિકાએ રમૂજી કેપ્શન પણ લખ્યું છે. એક્ટ્રેસે લખ્યું છે. તે લોકો જે મને ઓળખે છે, તેઓ જાણે છે કે હું ખરેખરમાં મારા આખા ઘરને મારી બેગમાં રાખું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news