ટીવીના જાણીતા બાળ કલાકાર શિવલેખનું રોડ અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ
ટીવીના જાણિતા બાળ કલાકાર શિવલેખ સિંહના ફેન્સ માટે સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે એક રોડ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું છે. શિવલેખ 'બાલવીર', 'સંકટમોચન હનુમાન' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી સીરિયલમાં પોતાના શાનદાર અભિનય માટે જાણિતા હતા.
Trending Photos
નવી દિલ્હી: ટીવીના જાણિતા બાળ કલાકાર શિવલેખ સિંહના ફેન્સ માટે સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે એક રોડ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું છે. શિવલેખ 'બાલવીર', 'સંકટમોચન હનુમાન' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી સીરિયલમાં પોતાના શાનદાર અભિનય માટે જાણિતા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં 14 વર્ષીય શિવલેખ સિંહનું મોત નિપજ્યું છે. જાણકારી અનુસાર ઘટનામાં તેમના માતા-પિતા સહિત ત્રણેય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માત બાદ ટીવી ઇન્ડ્રસ્ટ્રી આધાતમાં છે.
લગભગ 3 વાવે થયો અકસ્માત
રાયપુર જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ આરિફ શેખે પીટીઆઇને જણાવ્યું હતું કે જિલ્લાના ધરસીવાં પોલીસ મથક અંતગર્ત કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં કાર સવાર ટેલીવિઝન બાળ કલાકાર શિવલેખ સિંહનું મોત નિપજ્યું છે અને તેમની માત લેખના સિંહ, પિતા શિવેંદ્વ સિંહ અને એક અન્ય વ્યક્તિ નવીન સિંહ ઘાયલ થયા છે. આરિફ શેખે પીટીઆઇને જણાવ્યું કે આ અકસ્માત લગભગ 3 વાગે થયો હતો.
બિલાસપુરથી રાયપુર જઇ રહ્યો હતો પરિવાર
આરિફ શેખે જણાવ્યું હતું કે પોલીસને જાણકારી મળી છે કે શિવલેખ અને તેમના પરિવારજનો એક કારમાં સવાર થઇને બિલાસપુર રાયપુર માટે રવાના થયા હતા. જ્યારે તે ધરસીવાં પોલીસ ક્ષેત્રમાં હતા, ત્યારે તેમની કાર સામે આવી રહેલા ટ્રકના પાછળના ભાગે ટકરાઇ ગઇ. આ ઘટનામાં શિવલેખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળ માટે પોલીસ ટુકડી રવાના કરી હતી તથા ઘાયલો અને લાશને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ઘાયલોને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
આ ટીવી સીરીયલમાં કરી ચૂક્યા છે કામ
પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે પોલીસે કેસ નોંધ્યો છે. ઘટના બાદ ટ્રક ચાલ ટ્રક છોડીને ફરાર થઇ ગયો. પોલીસ ટ્રક ચાલકને શોધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવલેખ સિંહ ઝી ટીવી 'ઇંડીયાઝ બેસ્ટ ડ્રામેબાજ' સોની ટીવીના 'સંકટમોચન હનુમાન', કલર્સ ટીવીના 'સસુરાલ સિમર કા' સબ ટીવીના 'ખિડકી', 'બાલવીર', 'શ્રીમાન જી', શ્રીમતી જી', બિગ મેજિકના 'અકબર બીરબલ'માં જોવા મળી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે શિવલેખનો પરિવાર ગત 10 વર્ષોથી મુંબઇમાં રહી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે