CASTING DIRECTOR: શું તમને ખબર છે ફિલ્મોમાં કઈ રીતે થાય છે કલાકારોની પસંદગી? જાણવા જેવી છે આ બાબત

કાસ્ટિંગ ડિરેકટર એ વ્યકતિ છે જે ફિલ્મ બનવાની પ્રક્રિયામાં કોઈ એકટર કે એકટ્રેસને કોઈ રોલ આપવા માટે પસંદગીનું કામ કરે છે. જ્યારે કોઈ ફિલ્મનું પ્રિ પ્રોડકશનની કામગીરી ચાલતી હોય ત્યારે કાસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. ફિલ્મમાં જેટલા પાત્રો છે તે પાત્રો માટે કયા કલાકારોની પસંદગી કરવી તેને ઓડિશન કહેવામાં આવે છે. ઓડિશન દરમિયાન ઘણા બધા કલાકારો આવતા હોય છે, આ કલાકારોમાંથી કાસ્ટિંગ ડિરેકટર તેમના દેખાવ અને અભિનયના આધારે કલાકારની પસંદગી કરતા હોય છે. જો તમને ફિલ્મોમાં કામ કરવાનો શોખ છે, તો આ જાણકારી તમારા માટે છે, કાસ્ટિંગ ડિરેકટર બને છે મહત્વની કડી...

CASTING DIRECTOR: શું તમને ખબર છે ફિલ્મોમાં કઈ રીતે થાય છે કલાકારોની પસંદગી? જાણવા જેવી છે આ બાબત

વિરલ પટેલ, અમદાવાદઃ ભારતમાં મોટો યુવાવર્ગ એવો છે જેને બાળપણથી જ ફિલ્મમાં એક્ટિંગ કરવાનું સ્વપન જોયું હોય. દરેક આ સ્વપન પૂરૂ નથી કરી શકતા પરંતુ અનેક એવો વર્ગ છે જે સપનાના શહેર મુંબઈમાં પહોંચી જાય છે. દાયકાઓથી દરરોજ અનેક યુવાઓ ફિલ્મમાં હિરો કે હિરોઈન બનવાના સ્વપન લઈને આવી જતા હોય છે. પહેલા ફિલ્મમા કામ મેળવવા માટે પ્રોડ્યુસર કે ડિરેકટરોના ઘરની બહાર લાઈન લગાવવી પડતી કે ક્યાક ક્યાકથી કોઈની ઓળખાણ હોય તો નાનો મોટો રોલ મળી શકે પરંતું છેલ્લા દાયકાથી કાસ્ટિંગ ડિરેકટરના મારફતે ફિલ્મમાં કલાકારોની પસંદગી કરવામાં આવે છે, તો જાણીએ કાસ્ટિંગ ડિરેકટર એટલે કોણ?, કાસ્ટિંગ ડિરેક્ટર કેવી રીતે બનાય? અને કાસ્ટિંગ ડિરેકટર કોઈ ફિલ્મમાં કઈ રીતે અપાવે છે કામ

કાસ્ટિંગ ડિરેકટર કેવી રીતે બનાય?
પહેલા જાણીએ કાસ્ટિંગ ડિરેકટર એટલે શું? કાસ્ટિંગ ડિરેકટર એ વ્યકતિ છે જે ફિલ્મ બનવાની પ્રક્રિયામાં કોઈ એકટર કે એકટ્રેસને કોઈ રોલ આપવા માટે પસંદગીનું કામ કરે છે. જ્યારે કોઈ ફિલ્મનું પ્રિ પ્રોડકશનની કામગીરી ચાલતી હોય ત્યારે કાસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. ફિલ્મમાં જેટલા પાત્રો છે તે પાત્રો માટે કયા કલાકારોની પસંદગી કરવી તેને ઓડિશન કહેવામાં આવે છે. ઓડિશન દરમિયાન ઘણા બધા કલાકારો આવતા હોય છે, આ કલાકારોમાંથી કાસ્ટિંગ ડિરેકટર તેમના દેખાવ અને અભિનયના આધારે કલાકારની પસંદગી કરતા હોય છે, ત્યારબાદ જે રોલ માટે કલાકાર જોઈએ છે તે રોલ માટે કાસ્ટિંગ ડિરેકટર સિલેકટ કરેલા કલાકારોનું ઓડિશન લે છે અને તેમાંથી બે થી ત્રણ કલાકારો પસંદ થાય તેમને કાસ્ટિંગ ડિરેકટર સિલેક્ટ કરે છે અને તે એકટરને ડિરેકટર જોડે મોકલવામાં આવે છે. અંતે ફિલ્મ ડિરેકટર કલાકારને તેની ફિલ્મ માટે નક્કી કરે છે.

કાસ્ટિંગ ડિરેક્ટર ફિલ્મ મેકિંગની પ્રક્રિયામાં શું કામ કરે છે?
કાસ્ટિંગ ડિરેકટરનું કામ છે વધારે ને વધારે કલાકારોની જાણકારી રાખવી. જ્યારે કોઈ ફિલ્મમેકરને નવા કલાકારોની જરૂર પડે ત્યારે કાસ્ટિંગ ડિરેકટર તેની કલાકારની પસંદગી કરવામાં મદદ કરે છે. કાસ્ટિંગ ડિરેકટર ફિલ્મ પ્રોજેક્ટ માટે કયા સારા કલાકારની પસંદગી કરવી તેનું સૂચન કરતો હોય છે. કોઈ પણ ફિલ્મમાં કાસ્ટિંગ મહત્વનો ભાગ ભજવે છે, જો સારા કલાકારની પસંદગી ન થાય તો તે પ્રોજેક્ટને નુકસાન થઈ શકે છે. કાસ્ટિંગ ડિરેકટરનો પ્રભાવ ઘણો હોય છે, ફિલ્મ ડિરેકટર કાસ્ટિંગ ડિરેકટરે લીધેલા નિર્ણય પર ઘણી હદ સુધી ભરોસો કરતા હોય છે. ફિલ્મના ડિરેકટરને તેના પ્રોજેક્ટ માટે કેવા પ્રકારના કલાકારની જરૂર છે તેના આધારે કાસ્ટિંગ ડિરેકટર ફિલ્મ ડિરેકટરને કલાકારના નામનું સૂચન કરતો હોય છે.

PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...

કાસ્ટિંગ ડિરેકટર બનવાનો કોઈ કોર્સ કે ટ્રેનિંગ?
કાસ્ટિંગ ડિરેકટર બનવા માટે કોઈ ખાસ ટ્રેનિંગ કે કોર્સ હોતો નથી. આ કામ માટે ફિલ્મ મેકિંગનું બેઝિક જાણકારી હોવી જરૂરી છે. ફિલ્મના પ્રોડકશનમાં કયા પ્રકારની કામગીરી થાય છે તેની જાણકારી હોવી જરૂરી છે. એક્ટિંગ વિશે પણ સારી સમજ આ કામગીરી માટે અનિવાર્ય છે.ઘણી એવી ફિલ્મ સ્કૂલ છે જે ફિલ્મ મેકિંગના ડિગ્રી કોર્સ ઓફર કરે છે અને તે કોર્સ કરીને CASTING ASSISTANT તરીકે કરિયરની શરૂઆત કરી શકો છો.

જેમકે,
NATIONAL SCHOOL OF DRAMA( NSD) DELHI
FILM AND TELEVISION INSTITUTE OF INDIA (FTII) PUNE
SATYAJIT RAY FILM& TELEVISION INSTITUTE (SRFTI) KOLKATA

CASTING DIRECTOR માં  કરિયર અને તકો
CASTING DIRECTOR ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે ઘણો અનુભવ જરૂરી છે. પ્રોડકશન વિશે ઘણી જાણકારી જરૂરી છે. શરૂઆતમાં તે કાસ્ટિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરીને અનુભવ મેળવી શકાય છે. ફિલ્મ અને ટેલિવિઝનનો વ્યાપ ખૂબ વધ્યો છે તેમાં કાસ્ટિંગ ડિરેકટર સારો વિકલ્પ બની શકે છે. કોઈની કાસ્ટિંગ એજન્સીમાં કામ કરીને તમે CASTING AGENCY શરૂ કરી શકો છો.

હાલમાં તમે SCAM 1992 વેબસિરીઝ જોઈ હશે જેમાં પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનો દમદાર અભિનય કર્યો અને તેને દેશભરમાં નામના મેળવી તેમાં પ્રતિક સહિતના જે કલાકારો હતો તેની કાસ્ટિંગનો શ્રેય CASTING DIRECTOR MUKESH CHABRA ને જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news