પરેશ રાવલના પુત્રના પર્દાપણ માટે અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા
થોડા દિવસ પહેલા પરેશ રાવલે ખુદ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની પર્દાપણ ફિલ્મ વિશે માહિતી આપી હતી. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને આદિત્યને શુભેચ્છા આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ અભિનેતા પરેશ રાવલ વર્ષોથી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગની સાથે દર્શકોના દિલ જીતતા રહ્યાં છે. પોતાના લાંબા કરિયરમાં તેમણે ઘણી અલગ-અલગ ભૂમિકા નિભાવી છે, જેના લોકો દિવાના છે. હવે પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ પણ ફિલ્મમાં પર્દાપણ કરવા જઈ રહ્યો છે.
આદિત્ય રાવલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અભિનયની દુનિયામાં પગ મુકશે. તે ZEE5ની ફિલ્મ બમફાડથી પોતાનું પર્દાપણ કરશે. ફિલ્મનું ડાયરેક્શન પણ રંજન ચંદન કરી રહ્યાં છે, જેમની ડાયરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમની સાથે શાલિની પાંડે નામની અભિનેત્રી કામ કરી રહી છે.
અમિતાભે કહ્યું- ઓલ ધ બેસ્ટ
થોડા દિવસ પહેલા પરેશ રાવલે ખુદ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની પર્દાપણ ફિલ્મ વિશે જણાવ્યું હતું. હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને આદિત્યને શુભેચ્છા આપી છે. અમિતાભે ટ્વીટ કરીને લખ્યું, 'લેજેન્ડની લિગેસીને ફોલો કરતા પુત્ર. હું સ્વરૂપ અને પરેશ રાવલના પુત્ર આદિત્યને તેની પર્દાપણ ફિલ્મ માટે શુભેચ્છા આપુ છું. ઓલ ધ બેસ્ટ. બમફાડઃ તેના જવાબમાં પરેશ રાવલે અમિતાભનો આભાર માન્યો છે.'
Humbled and forever Grateful 🙏🙏🙏. https://t.co/7Yp0CsUtDo
— Paresh Rawal (@SirPareshRawal) April 4, 2020
Need your love and blessings. This is a Debut film of my son Aaditya . Plz watch . pic.twitter.com/adm9MT9Nxg
— Paresh Rawal (@SirPareshRawal) April 3, 2020
મહત્વનું છે કે આ પહેલા પરેશ રાવલે પુત્રના પર્દાપણના સમાચાર આપતા લખ્યું હતું, તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ જોઈએ, મારા પુત્રની ફિલ્મ જોઈએ.
ફિલ્મ બમફાડ અલ્હાબાદમાં સેટ છે અને એક યૂનીક પ્રેમ સ્ટોરી છે. ફિલ્મની સાથે જોડવા પર આદિત્ય ઘણો ખુશ છે. આ વિશે વાત કરતા તેણે કહ્યું, 'મને ખુશી છે કે હું આટલી થ્રિલિંગ ફિલ્મની સાથે જોડાયો, આ માત્ર એક લવ સ્ટોરી નથી, પરંતુ તેમાં ઘણું બધુ જોવા મળશે. હું સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ જ નાસિરનું કેરેક્ટર પ્લે કરવા માટે ઉત્સાહિત હતો.'
લગભગ તમે નહીં જાણતા હોવ કે આ પહેલા આદિત્ય રાવલે કો-રાઇટર તરીકે અર્જુન કપૂરની ફિલ્મ પાણીપતની સ્ટોરી લખી હતી. તેણે પોતે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી ફિલ્મ માટે લખવુ સારો અનુભવ હતો. આદિત્વ રાવલની ફિલ્મી કરિયરના પર્દાપણની ક્રેડિટ અનુરાગ કશ્યપને જાય છે જેણે તેને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે