અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ, જાણો
Trump Net Worth: અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં પણ રોકાણ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસમેન પરિવારમાંથી આવે છે અને તેમનો બિઝનેસ દૂનિયાભરમાં ફેલાયેલો છે, અમેરિકામાં બાદ ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી વધારે રોકાણ છે.
Trending Photos
Donald Trump Net Worth: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એટલે કે 20મી જાન્યુઆરીના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ તેમની નેટવર્થમાં જોરદાર વધારો થયો છે. ટ્રમ્પની સંપત્તિ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના વિવિધ દેશોમાં છે. ભારતમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આલીશાન બંગલાથી લઈને ટાવર સુધીની સંપત્તિ છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ અનુસાર, યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંપત્તિમાં સોમવારે 865 મિલિયન ડોલર (લગભગ 7,100 કરોડ રૂપિયા) થી વધુનો વધારો થયો છે.
અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ ટ્રમ્પ ટાવર્સ
થોડા વર્ષોમાં અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ ટ્રમ્પ ટાવર હશે. હાલમાં મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતામાં ચાર ટ્રમ્પ ટાવર છે. આગામી છ વર્ષમાં તેમની સંખ્યા વધીને 10 થશે. નવા પ્રોજેક્ટ્સમાં નોઈડા, હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણે જેવા મોટા શહેરોમાં મોટા ટાવર, ઓફિસ બિલ્ડિંગ, વિલા અને ગોલ્ફ કોર્સનો સમાવેશ કરવામાં આવશે.
ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે
ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ભાગીદાર ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતાનું કહેવું છે કે 2014માં મુંબઈમાં ટ્રમ્પ ટાવરના લોન્ચિંગ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની શક્યતાઓમાં ઊંડો રસ દાખવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમણે ભારતને ઉભરતા બજાર તરીકે જોયું છે. મહેતાના મતે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે.
ચાર ટાવરની કિંમત રૂ. 7500 કરોડ
હાલમાં ભારતના ચાર ટ્રમ્પ ટાવર લગભગ 30 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા છે, જેમાં 800 લક્ઝરી રેસિડેન્શિયલ ફ્લેટ છે. તેમની કિંમત 6 કરોડથી 25 કરોડ રૂપિયા સુધીની છે. આ ચાર પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત અંદાજે 7,500 કરોડ રૂપિયા છે. આગામી છ પ્રોજેક્ટના ઉમેરા બાદ ભારતમાં ટ્રમ્પની બ્રાન્ડેડ પ્રોપર્ટીનો વિસ્તાર 80 લાખ ચોરસ ફૂટ સુધી પહોંચી જશે, જેની અંદાજિત કિંમત 15,000 કરોડ રૂપિયા છે.
મહારાષ્ટ્રના પુણે શહેરમાં પહેલેથી જ એક ટ્રમ્પ ટાવર છે. જો કે, ત્યાં પણ એક નવું કોમ્પ્લેક્સ બનાવવામાં આવનાર છે, જેમાં રહેણાંક ટાવરની સાથે ઓફિસ બ્લોકનો સમાવેશ થશે. આ સિવાય નોઈડા, હૈદરાબાદ અને બેંગલુરુમાં ટ્રમ્પ બ્રાન્ડેડ ગોલ્ફ કોર્સ અને વિલા પણ બનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે