New Rules: 1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 10 નિયમ! જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?
New Rules Change From 1 November 2024: એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને વીજળી બિલની ચૂકવણી જેવા 10 નિયમો બદલાઈ રહ્યા છે. આવામાં લોકો માટે શું મોંઘુ થશે અને શું સસ્તું? કયા નિયમથી તમારા ખિસ્સા પર અસર પડશે તે ખાસ જાણો.
Trending Photos
New Rules Change From 1 November 2024: દર મહિને કેટલાક નિયમો બદલાતા હોય છે. આ વખતે પણ નવેમ્બર મહિનામાં કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને વીજળી બિલની ચૂકવણી જેવા 10 નિયમો બદલાઈ રહ્યા છે. આવામાં લોકો માટે શું મોંઘુ થશે અને શું સસ્તું? કયા નિયમથી તમારા ખિસ્સા પર અસર પડશે તે ખાસ જાણો.
1. એલપીજી ગેસ સિલિન્ડરના નવા રેટ
દર મહિનાની જેમઆ મહિને પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સંશોધન થઈ શકે છે. ત્યારબાદ એક નવેમ્બરે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ શકે છે. લોકો આ વખતે 14 કિલોગ્રામવાળા સિલિન્ડરમાં ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે. જેમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ જુલાઈમાં ઘટ્યા હતા પરંતુ ત્યારબાદ સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે. ગત મહિને ઓક્ટોબરમાં કોમર્શિયલ સિલિન્ડર 48.50 રૂપિયા મોંઘો થયો હતો.
2. હેલ્થ અને જીવન વીમાના GST રેટમાં કાપ
જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર લાગતા દરોમાં 1 નવેમ્બરથી ફેરફાર થઈ શકે છે. આશા છે કે તેના જીએસટીના દરોમાં ઘટાડો થઈ શકે છે. આવામાં વીમા પ્રિમિયમનો ખર્ચો ઘટી શકે છે.
3. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર
1 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. આશા છે કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ઈંધણના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવામાં લોકોને વાહનોમાં ઈંધણનો ખર્ચો ઘટી શકે.
4. બેંક ખાતાને આધાર સાથે લિંક
આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ લિંક કરવું જરૂરી છે. આવું ન કરનારાઓના બેંક ખાતા બંધ થઈ શકે છે. 1 નવેમ્બર પહેલા તમારા બેંક ખાતા આધાર સાથે લિંક કરી લો. બેંક ખાતા નિષ્ક્રિય થવાની સાથે સાથે સરકાર તરફથી મળી રહેલી યોજનાઓનો લાભ મળવાનો પણ બંધ થઈ શકે છે.
5. જીએસટી દરોમાં ફેરફાર
1 નવેમ્બરથી જીએસટી દરોમાં ફેરફારની આશા જોવાઈ રહી છે. 100થી વધુ વસ્તુઓ પર લાગતા જીએસટીના ભાવમાં કાપ મૂકાઈ શકે છે. જેનાથી સામાન્ય લોકોને રાહત મળી શકે છે.
6. હવાઈ મુસાફરીનું ભાડું ઘટી શકે
જેટ ફ્યૂલના ભાવમાં ઘટાડો થવાની આશા છે જેથી કરીને 1 નવેમ્બરથી ફ્લાઈટનું ભાડું ઘટી શકે છે. ખાસ કરીને તહેવારની સીઝનમાં હવાઈ મુસાફરી પર ભાડું ઘટવાથી ફાયદો થઈ શકે છે.
7. એસબીઆઈ ક્રેડિટ રૂલ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડરી એસબીઆઈ કાર્ડ એક નવેમ્બરથી મોટો ફેરફાર લાગૂ કરવા જઈ રહી છે. જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઈનાન્સ ચાર્જિસ સાથે જોડાયેલા છે. Credit Card Rule Change વિશે વિસ્તારથી સમજીએ તો 1 નવેમ્બરથી અન સિક્યોર્ડ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર દર મહિને 3.75 ટકા ફાઈનાન્સ ચાર્જનું પેમેન્ટ કરવું પડશે. આ ઉપરાંત વીજળી, પાણી, એલપીજી ગેસસહિત અન્ય યૂટિલિટી સર્વિસિઝમાં 50,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર 1 ટકો એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે.
8. ટ્રાઈનો નિયમ
1 નવેમ્બરથી થનારા ફેરફારની યાદીમાં આ ચેન્જ ટેલિકોમ સેક્ટર સાથે જોડાયેલો છે. પહેલી તારીખથી આ નવો નિયમ લાગૂ થઈ શકે છે. વાત જાણે એમ છે કે સરકારે જિયો, એરટેલ સહિત તમામ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલીટી લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે હેઠળ ટેલિકોમ કંપનીઓને આદેશ અપાયો છે કે તેઓ સ્પાર્મ નંબર બ્લોક કરે. આવામાં કંપનીઓ પોતાના સિમ યૂઝર્સ સુધી મેસેજ પહોંચતા પહેલા જ મેસેજને સ્પામ યાદીમાં નાખીને નંબર બ્લોક કરી શકે છે.
8. 13 દિવસ બેંકમાં કામકાજ નહીં
નવેમ્બરમાં તહેવારો અને પબ્લિક હોલિડેની સાથે સાથે વિધાનસભા ચૂંટણીઓના કારણે પણ બેંક અનેક દિવસ બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસ બેંક હોલિડે રહેશે.
9. મ્યુચ્યુઅલ ફંડ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોને ટાઈટ કરવાની તૈયારી કરી લીધી છે અને નવેમ્બર મહિનાની પહેલી તારીખથી તે લાગૂ થઈ જશે. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ માટે જે નવા ઈનસાઈડર નિયમ લાગૂ થવાના છે તે મુજબ હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ના ફંડમાં નોમિની લોકો અને તેના નજીકના સંબંધીઓ તરફથી કરાયેલા 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણકારી અનુપાલન અધિકારીને આપવી પડશે.
10. નાની બચત યોજનાના વ્યાજ દર
સરકાર તરફથી નાની બચત યોજનાઓ જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, સાર્વજનિક ભવિષ્ય નિધિ ખાતા, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દરોમાં કાપ કે વધારો નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે