₹30 લાખની Home Loan પર ₹1,10,400 સુધી ઘટી જશે EMI! RBIના આ નિર્ણયથી મળી શકે છે મોટો ફાયદો, જાણો કઈ રીતે

RBI Repo rate cut: જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે તેની સીધી અસર તમારી લોન EMI પર પડે છે. જો RBI રેપો રેટમાં 0.25% (25 બેસિસ પોઈન્ટ્સ) ઘટાડો કરે છે, તો રૂ. 30 લાખની હોમ લોન પર તમારા EMIમાં શું ફરક પડશે?
 

 ₹30 લાખની Home Loan પર ₹1,10,400 સુધી ઘટી જશે EMI! RBIના આ નિર્ણયથી મળી શકે છે મોટો ફાયદો, જાણો કઈ રીતે

RBI ની આરબીઆઈની નાણાકીય નીતિ (RBI Monetary Policy)ની જાહેરાત 6 ડિસેમ્બરે થવાની છે. પોલિસીમાં રેપો રેટ (Repo rate)માં ઘટાડાની જાહેરાત થઈ શકે છે. એક્સપર્ટ પ્રમાણે આ વખતે RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) નો ઘટાડો કરી શકે છે. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી તમને પણ મોટો લાભ મળી શકે છે. જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) રેપો રેટમાં ઘટાડો કરે છે તો તેની સીધી અસર તમારા Loan EMI પર પડે છે. RBI રેપો રેટને 0.25% (25 બેસિસ પોઈન્ટ) ઘટાડે છે તો 30 લાખની હોમ લોન પર તમારા ઈએમઆઈમાં કેટલું અંતર આવશે? સાથે જો તમે તમારો ઈએમઆઈ જલ્દી ખતમ કરવા ઈચ્છો છો તો તે માટે કયા-કયા પગલા ભરી શકો છો? આવો સરળ ભાષામાં ગણતરી સમજીએ.

Home Loan પર રેપો રેટમાં ઘટાડાની અસર
રેપો રેટ તે વ્યાજ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે. જ્યારે આ દર ઘટે છે તો બેંક પણ લોન સસ્તી કરે છે, જેથી તમારા ઈએમઆઈ પર અસર પડે છે. 

ઉદાહરણથી સમજો
હોમ લોનની રકમ: ₹30 લાખ
વર્તમાન વ્યાજ દર: 8.50%
લોનની મુદત: 20 વર્ષ
વર્તમાન EMI: ₹25,846
જો RBI રેપો રેટમાં 0.25% ઘટાડો કરે છે અને બેંકો વ્યાજ દર વધારીને 8.25% કરે છે, તો તમારી EMI આ રીતે બદલાશે:
નવી EMI: ₹25,386
તફાવત: ₹460/મહિનો

એટલે કે તમને દર મહિને 460 રૂપિયાની બચત થશે. જો તમે બદલાયેલા વ્યાજ દરને બેસ માની લો તો 20 વર્ષમાં આ બચત ₹1,10,400 રૂપિયા સુધી થઈ શકે છે. 

EMI સમાપ્ત કરવાની સરળ ટિપ્સ
દર વર્ષે પ્રીપેમેન્ટ કરોઃ
જો તમારી પાસે કોઈ બોનસ, ટેક્સ રિફંડ કે એક્સ્ટ્રા બચત હોય તો તમારી લોન પર લગાવો. તેનાથી તમારી લોનનો સમયગાળો અને વ્યાજની રકમ ઓછી થશે. 

EMI વધારો: તમારી આવક વધરા પર EMIમાં થોડો વધારો કરો. આ લોન જલ્દી ખતમ કરવાની સૌથી સરળ રીત છે. 

વ્યાજ દરોની તુલના કરોઃ જો બીજી બેંક ઓછા વ્યાજ પર લોન આપી રહી છે તો તમે લોનને ટ્રાન્સફર કરાવી શકો છો. પરંતુ તેમાં પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચાનું ધ્યાન રાખો.

સ્માર્ટ બજેટ બનાવોઃ ખોટા ખર્ચાને સીમિત કરો અને બચતનો મોટો ભાગ લોન પ્રીપેમેન્ટમાં લગાવો. તેનાથી તમારા લોની અવધિ ઘટશે અને વ્યાજ પર મોટી બચત થશે. 

હોમ લોન જલ્દી ચુકવવાના ફાયદા
વ્યાજ પર બચતઃ
જેટલી જલ્દી તમે લોન ખતમ કરશો, એટલો જ વ્યાજમાં ઘટાડો થશે. લાંબા સમય સુધી લોન રાખવાથી વધુ વ્યાજ ભરવું પડે છે. 

નાણાકીય સિક્યોરિટીઃ લોન મુક્ત જીવનથી નાણાકીય સિક્યોરિટીનો અનુભવ વધે છે. 

રોકાણની તકઃ લોન ખતમ કર્યા બાદ તમે તમારી બચતને બીજા ફાયદાકારક રોકાણમાં લગાવી શકો છો.

6 ડિસેમ્બરની રાહ જુઓ
હવે તમારે 6 ડિસેમ્બરની રાહ જોવાની છે. ત્યારે રિઝર્વ બેંક રેપો રેટને લઈને શું નિર્ણય કરે છે. જો રેટ ઘટાડે છે તો સીધો તમને ફાયદો મળી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news