કેન્દ્રીય કર્મચારીઓને લાગશે ઝટકો! 8th Pay Commission ને લઈને નાણા મંત્રાલયે કહી આ વાત

કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચની રચનાની માગ કરી રહ્યાં છે. આ વચ્ચે રાજ્યસભામાં સરકારને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. હવે આઠમાં પગાર પંચની રચના અંગે કેન્દ્રીય રાજ્ય નાણામંત્રીએ સંસદમાં જવાબ આપ્યો છે. 

કેન્દ્રીય કર્મચારીઓને લાગશે ઝટકો!  8th Pay Commission ને લઈને નાણા મંત્રાલયે કહી આ વાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની (8th Pay Commission )ની રચનાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પરંતુ નાણા મંત્રાલયે એકવાર ફરી આ ચિંતા વધારી દીધી છે. હકીકતમાં નાણા મંત્રાલયે આઠમાં પગાર પંચને લઈને એક અપડેટ આપ્યું છે. જ્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. સંસદમાં નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે હાલમાં આઠમાં પગાર પંચની રચનાને લઈને કોઈ પ્રસ્તાવ નથી. 

આઠમાં પગાર પંચ પર નાણા મંત્રાલયનું નિવેદન
હકીકતમાં રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમને નાણા મંત્રાલયને સવાલ પૂછ્યો હતો કે શું યુનિયન બજેટ 2025-2026માં નવા પગાર પંચની રચનાને લઈને કોઈ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ, હાલમાં આઠમાં પગાર પંચની રચના કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. 

1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો
સરકારના આ નિવેદનથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 67 લાખ પેન્શનરોને મોટો ઝટકો લાગ્યો છે. આ કર્મચારીઓને આશા હતી કે નાણા મંત્રાલય તરફથી આગામી બજેટમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે 1 જાન્યુઆરી 2026ના સાતમું પગાર પંચ સમાપ્ત થઈ રહ્યું છે અને સામાન્ય રીતે દર 10 વર્ષમાં પગાર પંચની રચના કરવામાં આવે છે. 

ટીવી સોમનાથને કહી હતી આ વાત
મહત્વનું છે કે આ પહેલા લોકસભામાં ચૂંટણી બાદ જુલાઈમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2024-2025 બાદ તત્કાલીન કેન્દ્રીય નાણા સચિવ ટીવી સોમનાથને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નવા પગાર પંચની રચનાને લઈને હજુ ઘણો સમય છે. કારણ કે આગામી પગાર પંચ 2026માં આવવાનું છે અને આપણે હજુ 2024માં છીએ. પરંતુ જ્યારે આઠમાં પગાર પંચની રચના થશે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થવાની આશા છે. તેની બેસિક સેલેરીમાં પણ વધારો થવાની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news