આ દેશમાં એકદમ મફત છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ અને ટ્રેનમાં ફ્રીમાં કરી શકો છો મુસાફરી
Free Public Transport: આપણા દેશમાં ટ્રેન અને બસમાં ભાડું આપીને મુસાફરી કરવાની રહે છે. એમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારો વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે...
Trending Photos
Free Public Transport: પરંતુ એક દેશ એવો છે જ્યાં દરેક લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ફ્રી છે. લોકો ગમે તે વ્હિકલમાં બેસીને મફતમાં મુસાફરી કરી શકે છે. જો તમે પણ અહીં જવા માગતા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માગતા હોય તો ટિકિટ લેવાની જરૂર જ નહીં પડે.
એનો મતલબ એવો પણ નથી કે, અહીં સુવિધા સારી નથી. ગર્વમેન્ટ તરફથી પ્રોવાઇડ કરવામાં વ્હિકલ એકદમ સાફ અને એટલા શાનદાર છે કે, તેની વાત ન પૂછો.
આ દેશ યુરોપમાં આવેલ છે
અમે જેની વાત કરી રહ્યા છીએ તે યુરોપિયન દેશ છે. જેનું નામ લક્ઝમબર્ગ. આ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ફ્રી છે. અહીંના લોકોની સેલેરી પ્રતિ મહિના કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એવામાં તેમની પાસે લક્ઝરી કાર છે અને તેઓ એનાથી જ મુસાફરી કરે છે.
ફ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટ
આવામાં આ દેશની બસ અને ટ્રેન ખાલીખમ રહે છે કારણ કે, બહુ જ ઓછા લોકો ઉપયોગ કરે છે. મહત્વની વાત તો એ છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલતું રહે તે માટે સરકારે વર્ષ 2020માં પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું સંપૂર્ણ ખતમ કરી નાંખ્યું.
એવું નથી કે, ફક્ત ત્યાંના લોકો જ ટ્રાન્સોપર્ટનો ફ્રીમાં ઉપયોગ કરી શકે. પરંતુ જો તમે ટુરિસ્ટ તરીકે જાઓ છો તો ફ્રી ટ્રાન્સપોર્ટની સુવિધા લઇ શકો છો. એ માટે ફક્ત તમારે તમારું આઇડી પ્રુફ બતાવવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે