સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવે તોડ્યો રેકોર્ડ, 88 રૂ. પ્રતિ લીટર

વિશેષજ્ઞોનું માનીએ તો આગામી સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે.

સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવે તોડ્યો રેકોર્ડ, 88 રૂ. પ્રતિ લીટર

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવે સોમવારે ફરી એકવાર રેકોર્ડ તોડી દીધો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 0.23 પૈસા પ્રતિ લીટર વધીને 80.73 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ 0.22 પૈસા પ્રતિ લીટર વધીને 72.83 રૂપિયા લીટર થઇ ગયું છે. શનિવારે દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલના ભાવમાં 80 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કર્યો હતો, જે રવિવારે 80.50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. 

— ANI (@ANI) September 10, 2018

બીજી તરફ મુંબઇમાં સોમવારે પેટ્રોલના ભાવ 0.23 પૈસા પ્રતિ લીટર વધીને 88.12 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા. તો બીજી તરફ ડીઝલમાં 0.23 પૈસા પ્રતિ લીટરે વધારો થયો અને તેના ભાવ 77.32 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા.
रिकॉर्ड ऊंचाई पर पहुंचीं पेट्रोल और डीजल की कीमतें, ये हैं आज के रेट

મુંબઇમાં ઝડપથી વધી રહ્યા છે ભાવ
મુંબઇમાં પેટ્રોલ હવે 88.12 રૂપિયા અને ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ લીટરના ભાવ મળી રહ્યા છે. આ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવી ઉંચાઇ પહોંચી ગયા હતા. તમને જણાવી દઇએ કે મુંબઇમાં પેટ્રોલ 87.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું હતું. તો બીજી તરફ રવિવારે પેટ્રોલનો ભાવ 87.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.09 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. 

આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. 

ભાવ ઘટવાની આશા નહી
વિશેષજ્ઞોનું માનીએ તો આગામી સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે. બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news