Paytm CEO Vijat Shekhar Sharma: 2 લાખની સેવિંગથી શરૂ કર્યો બિઝનેસ, આજે ભારતની સૌથી જાણીતી કંપનીના માલિક
Paytmના સૌથી મોટા આઈપીઓમાં રોકાણની સાથે જ કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા આજે ભારતીય યુવા બિઝનેસમેન માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
Trending Photos
નવી દિલ્લી: Paytmને ચલાવનારી ફિનટેક સ્ટાર્ટ અપ કંપની One97 Communications Ltdનો આઈપીઓ 8 નવેમ્બરે રોકાણ માટે ખૂલી ગયો છે. તે દેશનો સૌથી મોટો આઈપીઓ છે. કંપની તેનાથી લગભગ 18,300 કરોડ રૂપિયા એકઠા થવાની આશા રાખી રહી છે. Paytmના આ સૌથી મોટા આઈપીઓમાં રોકાણની શરૂઆતની સાથે જ કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા આજે ભારતીય યુવા બિઝનેસમેન માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. યૂપીના અલીગઢ જિલ્લાના એક નાના ગામના મૂળ નિવાસી અને એક સ્કૂલ ટીચરના પુત્ર શર્મા આજે ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં છે.
અભ્યાસ દરમિયાન બનાવી હતી વેબસાઈટ:
વિજય શેખર શર્માએ દિલ્લી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધઈ હતી. વર્ષ 1997માં કોલેજના અભ્યાસ દરમિયાન જ તેમણે એક વેબસાઈટ indiasite.netની સ્થાપના કરી અને બે વર્ષમાં જ તેને અનેક લાખ રૂપિયામાં વેચી દીધી. વિજય શેખર શર્માએ વર્ષ 2000માં One97 કમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના કરી. જે ન્યૂઝ, ક્રિકેટ સ્કોર, રિંગટોન, જોક્સ અને એક્ઝામ રિઝલ્ટ જેવાં મોબાઈલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરતી હતી. તે Paytmની પેરેન્ટ કંપની છે.
એક નાના રૂમથી શરૂ થઈ Paytmની સફર:
આ કંપનીની શરૂઆત સાઉથ દિલ્લીના એક નાના રૂમથી કરવામાં આવી. Paytmની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. વિજય શેખર શર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારા બિઝનેસમાં સૌથી મોટો બોધપાઠ એ છે કે તેમાં કેશ ફ્લો આવવાનો નથી. મારા બચતના પૈસા પણ ઝડપથી પૂરા થઈ જશે અને તેના વિશે મને પોતાના દોસ્તો અને પરિવારના સભ્યો પાસેથી લોન લેવી પડી. કેટલાંક દિવસમાં તે પૈસા પણ પૂરા થઈ ગયા. અંતમાં મારે એક જગ્યાએથી 8 લાખ રૂપિયાની લોન 24 ટકા વ્યાજ પર મળી.
દેવદૂત બનીને આવ્યો એક વ્યક્તિ:
વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે મને એક સજ્જન મળ્યા અને તેમણે કહ્યું હતું કે જો મારી ખોટવાળી ટેકનોલોજી કંપનીને ફાયદામાં લાવી ત્યારે હું તમારી કંપનીમાં રોકાણ કરી શકું છું. મેં તેમને બિઝનેસને નફામાં લાવી દીધો અને તેમણે મારી કંપની One97 Communications Ltdની 40 ટકા ઈક્વિટી ખરીદી લીધી. વિજય શેખર શર્માનું કહેવું છે કે વર્ષ 2011માં અનેક પ્રકારના આઈડિયા આવ્યો. પરંતુ અંતમાં અમને સ્માર્ટફોનથી પેમેન્ટની વ્યવસ્થાને પસંદ કરી ત્યારે ભારતમાં ટેલિકોમ બૂમ પીક પર હતું. આ પ્રમાણે મોબાઈલ દ્વારા પેમેન્ટવાળી પેટીએમનો જન્મ થયો. પેટીએમ હકીકતમાં પે થ્રૂ મોબાઈલનો શોર્ટ રૂપ છે.
નોટબંધીએ પેટીએમને બુલંદી પર પહોંચાડી:
2016માં નોટબંદીથી પેટીએમનો સિતારો બુલંદી પર પહોંચ્યો. નોટબંધીથી પેટીએમનો એક અરબ થનારા ટ્રાન્જેક્શન બે મહિનામાં 3 અરબ રૂપિયા થઈ ગયો. પેટીએમે ઈન્ડિયન ક્રિકેટ ટીમને સ્પોન્સરશીપ કરી. તેનાથી પણ તેની બ્રાન્ડ ઈમેજ ઘણી મજબૂત થઈ. તેના પછી છેલ્લાં વર્ષે શરૂ થયેલા કોરોના સંકટમાં પેટીએમને 1 અરબ ડોલર કંપની બનાવી દીધી. ઓગસ્ટ 2018માં પેટીએમે અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ 30 કરોડ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું. વિજય શેખર શર્મા ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં સામેલ છે. ત્યારે તેની નેટવર્થ 2.4 અરબ અમેરિકી ડોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે